Wednesday, December 8, 2021
Home4 ફેબ્રુઆરીએ સુરત હીરા ઉદ્યોગ બંધના મેસેજથી ઉચાટ, આવેદન પાઠવી રદિયો અપાયો
Array

4 ફેબ્રુઆરીએ સુરત હીરા ઉદ્યોગ બંધના મેસેજથી ઉચાટ, આવેદન પાઠવી રદિયો અપાયો

સુરતઃ વિતેલા વર્ષથી મંદીનો સામનો કરી રહેલી ડાયમંડ ઈન્ડિસ્ટ્રીમાં રત્નકલાકારોના શોષણના નામે 4 ફેબ્રુઆરીના રોજ સુરત બંધનું એલાન આપતો એક મેસેજ ફરતો થયો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ મેસેજના કારણે હીરા ઉદ્યોગનું વાતાવરણ ડહોળાઈ ગયું છે. જેને પગલે સુરત રત્નકલાકાર સંગઠનો અને સુરત ડાયમંડ એસોશિએશન દ્વારા પોલીસ કમિશનર અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવી આ પ્રકારની કોઈ જાહેરાત કરવામાં ન આવી હોવાનું જણાવ્યું હતું.

હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલાઓમાં છેલ્લા થોડી દવિસોથી એક મેસેજ ફરી રહ્યો છે. જેમાં રત્નકલાકારોભાઈઓને ખાસ સૂચવા- 4 ફેબ્રુઆરી 2019ના રોજ સુરત બંધનું એલાન છે. તો ભાઈઓને નમ્ર વિનંતી છે કે, જ્યાં સુધી કોઈ યોગ્ય નિર્ણય નહીં મળે ત્યાં સુધી કોઈએ પણ કામ પર જવું નહીં. વેપારીઓ કારીગરોનું શોષણ કરી રહ્યા છે. કારીગરને ચૂકવવાની મજૂરીમાંથી 10 ટકા જ મળે છે. બાકીની 90 ટકા આ લોકો લઈ જાય છે. આ રીતે કામ કરતા રહીશું તો આપણા છોકરા પણ તેમના ગુલામ હશે. વર્ષોથી કામ કરતા હોવા છતાં તમને હીરાની કિંમત અને મજૂરી ખબર નહીં હોય. મંદીની ખોટી અફવા ફેલાવી કારીગરોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. વેપારીઓ તેમની પાંચ પેઢી મોજથી વાપરે તો પણ નહીં ખુટે તેટલું ભેગું કરીને બેઠા છે. હવે, જાગો ભાઈએ સાથે મળીને સામનો કરીએ. મોંઘવારી રોજ વધે છે તેને ધ્યાનમાં લઈને 4 ફેબ્રુઆરીથી મહાહડતાળ શરૂ કરી દઈએ. સુરત એસોશિએશનના પ્રમુખ આપણી સાથે જ છે. તો સૌનો સાથ જરૂરી છે. વિજય આપણો જ હશે.

સુરત ડાયમંડ ઓસોશિએશનના બાબુભાઈ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ફરતા થયેલા મેસેજમાં સુરત એસોશિએશનનો ઉલ્લેખ કરાયો છે. જોકે, આ પ્રકારના કોઈ સંદેશા અંગે માહિતી નથી. આ પ્રકારનો કોઈ નિર્ણય સંગઠન દ્વારા લેવામાં આવ્યો નથી કે એસોશિએશનને પણ જાણ પણ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments