Tuesday, September 21, 2021
Home4 વર્ષ ની બાળક નું અપહરણ કરનાર યુવાનને ગ્રામજનોએ ઢોર માર મારતા...
Array

4 વર્ષ ની બાળક નું અપહરણ કરનાર યુવાનને ગ્રામજનોએ ઢોર માર મારતા મોત નીપજ્યું

વડોદરાઃ વડોદરા નજીક પોર પાસે આવેલા પાતરવેણી ગામમાં 4 વર્ષની બાળકીનું અપહરણ કરનાર યુવાનને ગામ લોકોએ ઢોર માર મારતા યુવાનનું મોત નીપજ્યું છે. વરણામા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી ગભરાઇ જતા બાળકીને છોડી દીધી
પાતરવેણી ગામના ફળીયામાં રહેતી 4 વર્ષની બાળકીને ગામમાં જ રહેતો ઠાકોરભાઇ ચંદુભાઇ રાઠોડિયા(ઉ.વ.32) નામનો યુવાન ચોકલેટ આપવાના બહારને અપહરણ કરીને લઇ ગયો હતો. અચાનક જ બાળકી ગુમ થઇ જતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. અને વરણામા પોલીસને પણ જાણ કરી હતી. જેથી પોલીસ પણ બાળકીને શોધવાની કામગીરીમાં લાગી ગઇ હતી. બાળકીના અપહરણના સમાચારને પગલે આજુબાજુના ગામમાં પણ ઉહાપોહ થઇ ગયો હતો. જેથી આરોપી ગભરાઇ ગયો હતો. જેથી રાઘવપુરા પાસે ઢાઢર નદીના પટમાં બાળકીને મોઢે ડૂચો ભરાવેલી હાલતમાં તેના ઘર પાસે મૂકીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
આરોપી ગામ છોડીને ભાગી જવાની ફિરાકમાં હતો
આરોપી ભાગી જવાની ફિરાકમાં જ હતો. પરંતુ ભાગે તે પહેલાં જ ગામ લોકોએ તેને ઝડપી પાડ્યો હતો. અને ઢોર માર માર્યો હતો. આરોપી પકડાયો હોવાની જાણ થતાં વરણામા પોલીસ દોડી ગઇ હતી. અને તુરંત ઇજાગ્રસ્ત હાલતમાં આરોપીને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments