રાજકોટ જિલ્લના જેતપુર, ઉપલેટા, ગોંડલ સહિતના વિસ્તારમાં બપોરે 4.1ની તિવ્રતાનો ભૂકંપનો આચંકો અનુભવાયો

0
12

સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણેક મહિનાથી ભૂકંપ આંચકા અવાર-નવાર અનુભવાઈ રહ્યાં છે. 20 દિવસ પહેલા પણ રાજકોટમાં ત્રણ જેટલા ભૂકંપના આંચકા આવ્યા હતા. આજે બપોરે 3.50 વાગ્યાની આસપાસ રાજકોટ જિલ્લાના જેતપુર, ઉપલેટા, ગોંડલ, ધોરાજી સહિતના વિસ્તારમાં 4 સેકન્ડ સુધી 4.1ની તિવ્રતાનો ધરતીકંપ અનુભવાયો હતો. ભૂકંપનો આંચકો આવવાથી રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને રહિશો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું એપી સેન્ટર ઉપલેટાથી 25 કિ.મી. દૂર હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે.

9 સપ્ટેમ્બરે ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા

રાજકોટમાં 9 સપ્ટેમ્બરે 7.30 કલાકની અંદર ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. જેમાં પહેલો આંચકો સવારે 11.31વાગે 1.5ની તીવ્રતાનો, બીજો આંચકો બપોરના 1.36 વાગે 1.6ની તીવ્રતાનો અને સાંજે 7.08 વાગે 1.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે આ આંચકાથી કોઈ જાનહાનિ કે નુકસાન પહોંચ્યું નથી. ભૂકંપનું એપી સેન્ટર રાજકોટથી 27 કિમી દૂર નોંધાયું હતું.

16 જુલાઈએ 4.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો

16 જુલાઈએ રાજકોટમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનો આ આંચકો અનુભવાતા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. રાજકોટથી અંદાજે 22 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. રાજકોટના કોટડાસાંગાણી તાલુકામાં ભુકંપનો આંચકો અનુભવાયો હતો. ઉલ્લેખનીય છે કે વહેલી સવારે આવેલા ભૂંકપનાં કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અંદાજીત 4 સેકન્ડ સુધી ભૂંકપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો.

1 સપ્ટેમ્બરે લાલપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા

જામનગર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે 1 સપ્ટેમ્બરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લાલપુર પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 12.15 વાગે 2.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બાદમાં 12.23 વાગે ફરી 1.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here