કોરોના વિશ્વમાં અત્યારસુધીમાં 4.34 કરોડ કેસ : ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સીન યુવાનોની સાથોસાથ વૃદ્ધો પર પણ અસરદાર.

0
5

વિશ્વમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 4.34 કરોડ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 3 કરોડ 19 લાખ 58 હજાર 75 લોકો રિકવર થયા છે. તો, 11.60 લાખ લોકોએ જીવ ગુમાવ્યાં છે. વિશ્વભરમાં 24 કલાકમાં 1 લાખ 20 હજાર 741 દર્દીઓ નોંધાયા છે અને 1625 લોકોના મોત નિપજ્યા છે.

કોરોના વાયરસની વેક્સીન બનાવવાની રેસમાં આગળ ચાલી રહેલી ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સીન યુવાનોની સાથો સાથ વૃદ્ધો પર અસરકારક સાબિત થઈ છે. આ વેક્સીન યુવાનો અને વૃદ્ધોમાં પ્રભાવી ઈમ્યુન રિસ્પોન્સ પ્રોડ્યુસ કરે છે. ભારતમાં વેક્સીનના ત્રીજા ફેઝનું ટ્રાયલ ચાલી રહ્યું છે.

બ્રિટિશ ડ્રગ મેકર એસ્ટ્રાજેનેકાના પ્રવક્તાએ સોમવારે કહ્યું કે ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત વેક્સીનથી વૃદ્ધોમાં પણ જરૂરી ઈમ્યુન ટ્રિગર થતું જોવા મળ્યું છે. વેક્સીન લગાડવામાં આવ્યા બાદ તેમાં એન્ટીબોડી તૈયાર થઈ. તે જોવું ઉત્સાહજનક છે કે વૃદ્ધો અને યુવાનો વચ્ચે ઈમ્યુન રિસ્પોન્સ એક જેવી હતી.

2જીથી બ્રિટનની હોસ્પિટલોમાં વેક્સિન અપાશે

બ્રિટનની હોસ્પિટલોમાં કોરોના વાઈરસની વેક્સિન લગાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. હોસ્પિટલોમાં સ્ટાફને પણ કહી દેવાયું છે કે તમને ઝડપથી ઓક્સફર્ડ યુનિવર્સિટીની કોરોના વેક્સિનની પહેલી બેચ સોંપી દેવાશે. હોસ્પિટલો બીજી નવેમ્બરથી આ વેક્સિન લગાવવાની તૈયારી શરૂ કરે. આ વેક્સિન કોરોના મહામારીને ખતમ કરવામાં ગેમચેન્જર સાબિત થશે.

આ 10 દેશમાં કોરોનાની અસર સૌથી વધુ

દેશ સંક્રમિત મોત સ્વસ્થ થયા
અમેરિકા 88,89,577 2,30,510 57,72,717
ભારત 79,11,104 1,19,057 71,37,228
બ્રાઝીલ 53,94,128 1,57,163 48,35,915
રશિયા 15,31,224 26,269 11,46,096
ફ્રાંસ 11,38,507 34,761 1,10,322
સ્પેન 11,10,372 34,752 જાણકારી નથી
આર્જેન્ટિના 10,90,589 28,896 8,94,819
કોલંબિયા 10,15,885 30,154 9,15,451
મેક્સિકો 8,91,160 88,924 6,50,355
પેરુ 8,88,715 34,149 8,07,636

 

બેલ્જિયમઃ 3.21 લાખ સંક્રમિત

બેલ્જિયમમાં ગત એક સપ્તાહથી સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે. જ્યાં એક તરફ અહીં દરરોજ લગભગ 5 હજાર કેસ સામે આવતા હતા, તે હવે વધીને 12 હજારથી થઈ ગયા છે. સોમવારે દેશમાં 15,622 દર્દી નોંધાયા અને 73 લોકોના મોત નિપજ્યા છે. ગત એક સપ્તાહથી દરરોજ 42 લોકો જીવ ગુમાવી રહ્યાં છે. અહીં કુલ મૃત્યુઆંક 10,810 થઈ ગયો છે. 1.15 કરોડની વસ્તીવાળા દેશમાં 3.21 લાખ લોકો સંક્રમિત થઈ ગયા છે.

રશિયાઃ 17 હજારથી વધુ નવા કેસ

રશિયામાં 24 કલાકમાં 17,347 નવા કેસ સામે આવ્યાં છે અને 219 લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ સાથે જ દર્દીઓની કુલ સંખ્યા 15.31 લાખ થઈ ગઈ છે અને 26,269 મોત નિપજ્યા છે. અહીં અત્યાર સુધીમાં 11.46 લાખ લોકો રિકવર થયા છે. રાજધાની મોસ્કો અને આજુબાજુના વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત છે.

ઈરાનઃ તેહરાનમાં પ્રતિબંધ વધ્યો

તેહરાન સહિત ઈરાનના અનેક વિસ્તારમાં લોકડાઉનનો સમય વધારવામાં આવ્યો છે. દેશના બે તૃતિયાંશ પ્રાંતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દર્દીઓની સંખ્યા વધવાને કારણે હોસ્પિટલમાં બેડ ઘટ્યા છે. આ પશ્ચિમ એશિયામાં સૌથી પ્રભાવિત દેશમાંથી એક છે. 24 કલાકમાં અહીં 5960 દર્દી મળ્યા છે અને 337 લોકોના મોત નિપજ્યા છે. એક ટીવી ચેનલ મુજબ, દેશમાં દર ચાર મિનિટમાં એક મોત થઈ રહ્યું છે. તેહરાનમાં સ્કૂલ, મસ્જિદ, દુકાન, રેસ્ટોરાં અને અન્ય સાર્વજનિક સંસ્થાઓ 20 નવેમ્બર સુધી બંધ રહેશે.

નેધરલેન્ડઃ 10,343 નવા દર્દી મળ્યા

નેધરલેન્ડમાં સોમવારે 10,343 દર્દી નોંધાયા છે અને 26 લોકોના મોત નિપજ્યા છે. નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ફોર પબ્લિક હેલ્થ એન્ડ એનવાયરમેન્ટે આ જાણકારી આપી છે. દેશમાં અત્યાર સુધી સંક્રમિતોની સંખ્યા 3.01 લાખ થઈ ગઈ છે અને 7,072 લોકોના મોત નિપજ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here