જેતપુર : સોની વેપારીની આંખમાં મરચું છાંટી 30 લાખની લૂંટ ચલાવનાર 4 આરોપી પોલીસ સકંજામાં, 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

0
4

ત્રણ દિવસ પહેલા રાજકોટ જિલ્લાના જેતપુરમાં સોની વેપારીની આંખમાં મરચું છાંટી 30 લાખની લૂંટ ચલાવનાર 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યાં છે. રાજકોટ LCBએ સાકીર ખેડારા, સમીર ઉર્ફે ભડાકો કુરેશી, તુફેલ ઉર્ફે બાબો ખેડારા અને અકબર રીગડીયા નામના 4 આરોપીને કોઠારિયા સોલ્વન્ટમાંથી ઝડપી આપ્યાં છે. આરોપીએ CCTVમાં કેદ થાય તેવી જાણ હોવાથી ગાડીની નંબર પ્લેટ બેવડી વાળી દીધી હતી અને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ તો પોલીસે 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે 30 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

રાજકોટ LCBએ સાકીર ખેડારા, સમીર ઉર્ફે ભડાકો કુરેશી, તુફેલ ઉર્ફે બાબો ખેડારા અને અકબર રીગડીયાની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે તેની પાસેથી 28.40 લાખની કિંમતના સોનાના દાગીના, 1.43 લાખની રોકડ અને 5 મોબાઈલ સહિત કુલ 30 લાખ 10 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓએ 1 વર્ષ પહેલા લૂંટનો પ્લાન ઘડ્યો હતો. આરોપીઓ CCTVમાં કેદ થાય તેવી જાણ હોવાથી નંબર પ્લેટ બેવડી વાળી દીધી હતી.

3 દિવસ પહેલા જેતપુરની સોની બજારમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો

ઘટનાની વિગત અનુસાર જેતપુરમાં ત્રણ દિવસ પહેલા સોની બજારમાંથી મતવા શેરીમાં સોનાના દાગીના અને રોકડ મળી 30.40 લાખના મુદ્દામાલ ભરેલો થેલો લઇને જતા વેપારી ચીમનભાઇ કાળાભાઇ વેકરીયાને બાઇકમાં આવેલ બે શખ્સોએ આંતરી આંખમાં મરચાની ભૂકી છાંટી છરીની અણીએ સોનાના દાગીના અને રોકડ ભરેલો થેલો લૂંટી નાસી છૂટ્યા હતાં. જેથી પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે શોધખોળ શરૂ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ લૂંટનો પ્લાન શાકીર અને સમીર ઉર્ફે ભડાકાએ ઘડ્યો હતો. અગાઉ એક વર્ષ શાકીરને કોઇ બંગાળી વેપારીએ આ લૂંટની ટીપ આપી હતી, પણ જે તે વખતે તે અમલમાં મૂકી ન હતી. પરંતુ બાદમાં શાકીરે પૈસાદાર થવાં માટે સમીરની મદદથી આ લૂંટનો પ્લાન અમલમાં મુક્યો હતો. લૂંટમાં વપરાયેલ બાઇક અકબરની માલીકીનું છે. લૂંટ કર્યા પૂર્વે બાઇકમાં ચાર નંબર પૈકી બે નંબર કાઢી નાખ્યા હતા. જેથી બાઇક નંબર ઉપરની ઓળખ ન થાય. હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here