Home ગુજરાત દિયોદર : પાલડી ગામે ખેતર માં વીજળી પડતા 4 ગાયો નો મોત.

દિયોદર : પાલડી ગામે ખેતર માં વીજળી પડતા 4 ગાયો નો મોત.

0
4
વીજળી પડતાં ચાર ગાયોના મોત થી માલધારીઓને સહાય ની આશા….
બનાસકાંઠામાં ગત બુધવાર ની  સાંજના સમયે વરસાદનું આગમન થયું હતું ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવતા ઠંડક પ્રસરી હતી જોકે બીજી બાજુ વાત કરીએ તો દિયોદર તાલુકાના પાલડી ગામમાં આ વરસાદી માહોલમાં વીજળી પડતાં ચાર ગાયોના મોત નિપજયા હતા.
દિયોદર તાલુકાના  પાલડી ખાતે રહેતા અર્જુનસિંહ ભેમજી વાઘેલાના ખેતરમાં વીજળી પડી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. વધુ વાત કરીએ તો અર્જુનસિંહ ના  ખેતરમાં રહેતા માલધારીઓ ને વરસાદી માહોલમાં વીજળી પડતાં ચાર ગાયોના મોત થી માલધારીઓ રડી પડ્યા હતા.આ ગાયો ના મોત થી માલધારીઓ દુઃખ સાથે રડી પડ્યા હતા. જો કે વીજળી પડતા ગરીબ પરિવાર પર આભ તૂટ્યું છે. માલધારીઓ હવે કંઈક સહાય મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.
આ બાબતે માલધારી એ જણાવ્યું હતું કે અમે મજૂરી કરીએ છીએ. અને ગાયો અમારી જીવાદોરી માનવામાં આવે છે ગાય ઉપર અમારું જીવન નભતું  હતું જ્યારે વિજળી પડતા અમને દોઢેક લાખ જેટલું નુકસાન થયું છે.તો સરકાર કંઈક મદદ કરે એવી અમે માંગ કરીએ છીએ. અમે ગરીબ લોકો જેના પર અમારું જીવન ગુજારતા હતા તે ભગવાને અમારી પાસે થી છીનવી લીધું છે તો સરકાર અમારી સામે જોવે અને અમને મદદ કરે એવી આશા રાખીએ છીએ….
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા 
Live Scores Powered by Cn24news