લવારપુરના તળાવમાંથી 4 મૃત કાચબા મળ્યા: પ્લાસ્ટિક ખાવાથી મોતનું અનુમાન

0
18

ગાંધીનગર | ગાંધીનગર જિલ્લાના લવારપુર ગામના સ્મશાન પાસે આવેલા તળાવમાં વિદેશી પક્ષીઓ આવતા હોવાથી તેને નિહાળવા માટે પક્ષીપ્રેમીઓ ગયા હતા. પક્ષીઓની સાથે સાથે તળાવમાં મૃત કાચબા પણ જોવા મળતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ઉઠ્યો હતો. કાચબાના મોત અંગે વનવિભાગે તપાસ કરીને નક્કર પગલાં ભરવામાં આવે તેવી માંગણી પર્યાવરણ પ્રેમીઓએ કરી હતી તળાવ બની રહ્યું છે. જેને પરિણામે દર વર્ષે અવનવા વિદેશી પક્ષીઓ તળાવે આવતા હોય છે.

લવારપુર ગામના સ્મશાન પાસે બનેલી ઘટના: વન વિભાગની ટીમ દોડી આવી

શિયાળામાં વિદેશી પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપીને રાજ્યમાં આવતા હોય છે. વિદેશી પક્ષીઓનું ડેસ્ટીનેશન જિલ્લાનું લવારપુર ગામની સીમમાં સ્મશાન પાસે આવેલા નાનકડું તળાવ બની રહ્યું છે. જેને પરિણામે દર વર્ષે અવનવા વિદેશી પક્ષીઓ તળાવે આવતા હોય છે.

પક્ષીપ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ વિદેશી પક્ષીઓને નિહાળવા માટે લવારપુર ગામના તળાવે જતા હોય છે. ઉલ્લેખનીય છે કે પક્ષીપ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ આજરોજ સવારે લવારપુર ગામના સ્મશાન પાસેના ટેકરાની પાસે આવેલા તળાવમાં પક્ષીઓ જોવા ગયા હતા.

જોકે વિદેશી પક્ષીઓ નિહાળીને પક્ષીપ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ ખુશ થઇ ગયા હતા. વિદેશી પક્ષીઓ નિહાળી રહ્યા હતા ત્યારે તેમની નજર તળાવની કિનારે ચારેક જેટલા મૃત કાચબા જોવા મળતા તેમને ઘણું જ દુ:ખ થયું હતું. કાચબાના મોતની પાછળ પ્લાસ્ટિકનો કચરો ખાવામાં આવ્યો હોય તેનાથી થયું હોય અથવા કોઇ ઝેરી પદાર્થ ખાવાથી કાચબાના મોત થયાનો પર્યાવરણ અને પક્ષી પ્રેમીઓએ તર્ક કર્યો હતો.

જોકે કાચબાના મોતનું સાચુ કારણ જાણવા વન વિભાગે યોગ્ય તપાસ કરવી જોઇએ તેવી પર્યાવરણ તેમજ પક્ષી પ્રેમીઓમાં માંગ છે. તળાવોમાં પ્લાસ્ટિક નાંખવામાં આવે નહી તેની લોકોએ તકેદારી રાખવી જોઇએ તેવી માગ પર્યાવરણ પ્રેમીઓએ કરી હતી.

મૃતક કાચબા મળી આવતા જીવદયા પ્રેમીઓમાં રોષ ઉઠવા પામ્યો હતો.

ગામના તળાવમાંથી એકપણ મૃત કાચબા મળ્યા નથી : RFO

લવારપુર ગામની સીમમાં સ્મશાન પાસેના તળાવમાં મૃત કાચબા અંગે આરએફઓ કે.એચ.રાજપૂતે જણાવ્યુ કે તેઓ ટીમ સાથે ગામમાં પહોંચી ગયા હતા. ગામના તળાવમાં જઇને તપાસ કરી તો એકપણ મૃત કાચબો મળી આવ્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here