રાજકોટ : 24 કલાકમાં 4ના મોત, કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 8536 પર પહોંચી, 493 દર્દી સારવાર હેઠળ

0
5

રાજકોટમાં 24 કલાકમાં 4ના મોત થયા છે. જ્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 8536 પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 493 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં શુક્રવારે 68 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મનપા કોરોના સંક્રમણ ઘટાડવા માટે 22 સંજીવની રથ, 50 ધન્વંતરી રથ અને 36 કોરોના ટેસ્ટિંગ વાહન શહેરમાં કાર્યરત કર્યા છે.

કિડવાઇનગર, અંબાજી કડવા પ્લોટ સહિતના વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા

રાજકોટ મહાનગરપાલિકાએ શુક્રવારે યુનિવર્સિટી રોડ વિમલનગર, ઢેબર રોડ નારાયણનગર, 150 ફૂટ રિંગ રોડ કિડવાઇનગર, ગોંડલ રોડ અંબાજી કડવા પ્લોટ, કોઠારિયા રોડ સુમંગલ પાર્ક, જયપ્રકાશનગર ભગવતીપરા, જસાણી પાર્ક 1 એરપોર્ટ રોડ, બજરંગવાડી વિસ્તારમાં કોરોના કેસ વધતા માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યો છે. જેના પગલે આ વિસ્તારમાં રહેતા લોકો પર નિયંત્રણ મૂકવામાં આવ્યા છે.

વેક્સિન આવ્યા બાદ રાજકોટમાં 9000 કોરોના વોરિયર્સને સૌથી પહેલા ડોઝ અપાશે

કોરોનાની સામેની લડાઈમાં વેક્સિનની આશા ઉજળી બની રહી છે તેથી જ સરકારે વૅક્સિનેશન માટે તૈયારીઓ શરૂ કરી છે જે પૈકી સૌથી પહેલા કોરોના વોરિયર્સ એટલે કે કોરોના વાઇરસ સામે સૌથી પહેલા લડનારા મેડિકલ સ્ટાફ, તબીબો, હોસ્પિટલના સફાઈ કર્મી સહિતનાને વેક્સિન અપાશે તેવી યાદી બનાવાઈ છે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના જણાવ્યા અનુસાર થોડા સમય પહેલા જ સરકારમાંથી સૂચના આવી હતી તે મુજબ લિસ્ટ બની રહ્યું છે અને હજુ પણ તેમા નામો ઉમેરાશે. 7000થી વધુ સરકારી સ્ટાફ, જ્યારે 2000 ખાનગી હોસ્પિટલના સ્ટાફ સહિત કુલ 9000ના નામ છે હજુ તેમાં ઉમેરો ચાલી રહ્યો છે. આ અંગે ગુરુવારે વીડિયો કોન્ફરન્સ પણ કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here