અમદાવાદ શહેર અને જિલ્લામાં ૨૪.૬૦ લાખ વૃક્ષોનું વાવેતર, ૮ ઇલેક્ટ્રીક બસો શરુ કરાઈ

0
19

ગુજરાત આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાયેલા મિશન મિલિયન ટ્રીઝના સમાપન સમારોહમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ગૃહ મંત્રીએ પોતાના સંસદીય મતક્ષેત્રમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રદુષણમુક્ત અને પર્યાવરણ પ્રિય શહેરી વાતાવરણ મળે એ માટે ૮ ઈલેક્ટ્રીક બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન પણ કરાવ્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે પર્યાવરણ જાળવણીનો વૈશ્વિક સંદેશ નગરજનોને સમજાવ્યો હતો. તેમણે જણાવ્યું કે પેરિસમાં જલવાયુ પરિવર્તન અંગેની બેઠકમાં પર્યાવરણ આંતરરાષ્ટ્રીય સમજૂતીના અમલમાં ભારતને વૈશ્વિક નેતૃત્વ આપવાના પ્રધાનમંત્રીનરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને દેશની જનતાએ ઝીલી લીધું છે.

ગ્લોબલ વોર્મિંગ અને કલાયમેટ ચેન્જની સમસ્યાના નિવારણ માટે ભારતે પહેલ કરીને પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં દુનિયાને નવો રાહ બતાવ્યો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. એમણે કહ્યું કે ઓઝોનનું સ્તર, કાર્બન ડાયોક્સાઈડ અને કાર્બન મોનોકસાઈડના સતત ઉત્સર્જનથી ઘટી રહ્યું છે, ત્યારે વૃક્ષ, નદી, પૃથ્વી જેવી પ્રકૃતિની ભેટને રક્ષવાની ભારતીય સંસ્કૃતિની પરંપરાને આપણે જાળવી રાખવી જોઈએ.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું કે પીએમ મોદીએ બીજીવાર પ્રધાનમંત્રી બન્યા બાદ જળ શક્તિ માટેનું અલગ મંત્રાલય બનાવીને સમગ્ર વિશ્વને માર્ગદર્શ પૂરું પાડ્યું છે. જળ સંચય, જળ બચાવ, કાર્યક્ષમ સિંચાઈ પદ્ધતિઓ અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ જેવી વિભાવનાઓની પરિપૂર્તિ આ મંત્રાલય સાકાર કરશે.

તેમણે નાગરિકોને પર્યાવરણ જાળવણીની અપીલ કરતાં જણાવ્યું કે પૃથ્વી આપણી માતા છે, એનું દોહન કરાય કરાય પરંતુ શોષણ ના કરાય.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જે માર્ગદર્શન આપ્યું હતું તે હેઠળ મોટી સંખ્યામાં સમાજના તમામ વર્ગોએ વૃક્ષઉછેર અને વાવેતરમાં જે સહયોગ આપ્યો છે તે માટે તેમણે આભાર વ્યકત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here