દહેગામ : કરોલી ગામની સીમમા 4 ઈસમો જુગાર રમતા પકડાયા

0
83

દહેગામ તાલુકાના કરોલી ગામના ખેતરોમા બોર કુવાની ઓરડીમા શ્રાવણીયો જુગાર રમતા ચાર ઈસમો પકડાયા પોલીસે આ જુગારીયાઓ પાસેથી રૂપીયા ૫૧,૬૫૦નો  મુદ્દામાલ કબજે કર્યો

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા આવેલ કરોલી ગામના ખેતરો વિસ્તારોમા આવેલ એક બોર કુવાના માલિક નયનભાઈ વિષ્ણુભાઈ પટેલના બોર કુવા  ઉપર ઓરાડીની બહાર ખુલ્લી  જગ્યાના લાઈટના અંજવાળે કેટલાક ઈસમો હાર જીતનો જુગાર રમી રમાડે છે. તેવી હકીકત મળતા પોલીસે ગઈ કાલે રાત્રે ટોળુ વળીને પૈસા પાનાથી હાર જીતનો જુગાર રમતા હતા ત્યારે પોલીસે  અચાનક આ બોર કુવા ઉપર રેડ કરતા ચાર ઈસમોને પોલીસે જુગાર રમતા પકડી પાડ્યા છે.

તેમા (૧) મૌલીકકુમાર ગોપાલભાઈ પટેલ- નરોડા અમદાવાદ તેમની પાસેથી ૩૧,૨૦૦ રોકડ અને (૨) હરેશભાઈ મગનભાઈ પ્રજાપતી- નરોડા અમદાવાદ તેમની પાસેથી રૂપીયા ૫૬૭૦ મળી આવ્યા (૩) નીતેશ જનકભાઈ શાક- નરોડા અમદાવાદ તેમની પાસેથી રૂપીયા ૪૫૩૦ રોકડ મળી આવ્યા (૪) પ્રણય કીરીટભાઈ ભાવસાર- નરોડા અમદાવાદ પાસેથી રૂપીયા ૪૦૬૦ મળી આવેલ છે. પોલીસે ઘટના સ્થળનુ પંચનામુ કરીને જુગારધારા કલમ ૧૨ મુજબ કાયદેસરની ફરીયાદ થવા પામી છે. આમ દહેગામ પોલીસે આ ચાર ઈસમો પાસેથી કુલ રૂપીયા ૫૧,૬૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

  • પોલીસે રાત્રીના સમયે ઘટના સ્થળે ઓચીંતી રેડ કરતા જુગાર રમતા ઈસમો ભાગવા જતા તેમને ઝડપી પાડ્યા
  • પોલીસે આ ચાર ઈસમો પાસેથી કુલ રૂપીયા ૫૧,૬૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને જુગાર ધારાની કલમ ૧૨ મુજબ કાયદેસરની ફરીયાદ થવા પામી છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here