રાજકોટ માં 4 અને ભાવનગરમાં 1ને કોરોના પોઝિટિવ રિપોર્ટ

0
3

રાજકોટમાં વધુ ચાર વ્યક્તિને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેમાં એક અઠવાડિયા પહેલા દિલ્હીથી આવેલા  અને ગાંધીગ્રામ પાસે શિવમ પાર્કમાં રહેતા કૈલાશ શુક્લા (ઉ.વ.48), કાલાવડ રોડ પર આર.કે. નગરમાં રહેતા મધુકરભાઇ ભોજા મણવર (ઉ.વ.51), 150 ફૂટ રિંગ રોડ પર આસ્થા રેસિડેન્સીમાં રહેતા મિત હંસરાજભાઇ મણવર (ઉ.વ.39) અને યુનિવર્સિટી રોડ પર જલારામ સોસાયટીમાં રહેતા ઇન્દિરાબેન કૃષ્ણકાંતભાઇ આલોદરીયા (ઉં.વ. 60) નો સમાવેશ થાય છે. ભાવગનરમાં પણ એક કેસ નોંધાયો છે.

ભાવનગરમાં એક કેસ નોંધાયો

અમદાવાદના બોડકદેવ રહેતાં અને મરીન સોસાયટી જેલ રોડ  ભાવનગર આવેલા વિક્રમભાઈ પટેલ (ઉ.વ.62)નું સેમ્પલ લઇને પરિક્ષણ અર્થે મોકલવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 157 થઇ છે. જેમાં 109 ડિસ્ચાર્જ, 42 સારવાર હેઠળ અને 6ના મોત નીપજ્યા છે.