છોટાઉદેપુર માં 4 ઇંચ, લુણાવાડામાં 3.5 ઇંચ વરસાદ, મહીસાગર નદી ગાંડીતુર, 65 ગામો સંપર્ક વિહોણા, 400 લોકોનું સ્થળાંતર

0
84

વડોદરાઃ છોટાઉદેપુર પથંકમાં 4 ઇંચ વરસાદને પગલે ઓરસંગ નગી બે કાંઠે વહી છે. આ ઉપરાંત લુણાવાડામાં પણ 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેને પગલે વાંસીયા તળાવ પાસે આવેલુ એક મકાન ધરાશાયી થઇ ગયું છે. જોકે કોઇ જાનહાની થઇ નહોતી. આ ઉપરાંત દાહોદ પથંકમાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

મહીસાગર નદી કાંઠાના 400 લોકોનું સ્થળાંતર
નર્મદા નદી છેલ્લા સવા મહિનાથી ઉફાન પર છે, ત્યારે હવે કડાણા ડેમમાંથી છોડવામાં આવેલા 6 લાખ ક્સૂયેક પાણીને કારણે મહીસાગર નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. મહીસાગર જિલ્લાના 106 ગામો એલર્ટ પર છે અને 65 ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. વડોદરા જિલ્લાના 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મહીસાગર નદી ગાંડીતુર બનતા 400 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે 3 પૂલ ડુબાણમાં ગયા છે. છોટાઉદેપુર પથંકમાં 4 ઇંચ વરસાદને પગલે ઓરસંગ નદી પર બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદને પગલે છોટાઉદેપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

મહીસાગર નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ઉભા પાકને નુકસાન
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બાકરિયા, રામગઢી અને બીલીથામાં મહીસાગર નદીનું પાણી ખેતરોમાં ઘૂસી જતા સ્થાનિક ખેડૂતો ચિંતિત બન્યા છે. બાકરિયામાં જવાના રસ્તા ઉપર પાણી ભરાઇ જતા અહીંના સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વખત આવ્યો છે. બાકરિયા ગામના લોકો દ્વારા આક્ષેપ કરી રહ્યા છે કે, અમારા ગામમા જતા રસ્તા તરફ અને ખેતરોમાં પાણી ભરાયા હોવા છતાં ગામની પરિસ્થિતિનો તાગ મેળવવા તંત્રના અધિકારીઓ મુલાકાતે આવ્યા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here