મેઘમહેર : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજકોટના ગોંડલમાં 4 ઈંચ વરસાદ, સોનગઢ અને આહવામાં બબ્બે ઈંચ વરસાદ

0
6

ગાંધીનગર. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 66 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના ગોંડલમાં 4 ઈંચ નોંધાયો હતો.  સવારથી જ અસહ્ય બફારા બાદ બપોરે ધોધમાર વરસાદ વરસતાં માત્ર અડધા કલાકમાં ચાર ઇંચ તોફાની વરસાદ વરસ્યો હતો. તાપીના સોનગઢમાં બે ઈંચ, ડાંગના આહવામાં2 ઈંચ તાપીના કુકરમુંડામાં દોઢ ઈંચ તેમજ જૂનાગઢના માણાવદર અને વલસાડના વાપીમાં એક એક ઈંચ વરસાદ પડ્યો હતો.

રાજ્યના વિવિધ તાલુકામાં નોઁધાયેલા 5 મિમિ સુધીના વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
રાજકોટ ગોંડલ 100
તાપી સોનગઢ 51
ડાંગ આહવા 47
તાપી કુકરમુંડા 30
જૂનાગઢ માણાવદર 28
વલસાડ વાપી 26
બોટાદ રાણપુર 22
ડાંગ સુબિર 22
સુરત માંગરોળ 20
જૂનાગઢ કેશોદ 19
સુરત ચોર્યાસી 19
રાજકોટ જામકંડોરણા 18
જૂનાગઢ વંથલી 18
નર્મદા નાંદોદ 18
રાજકોટ લોધિકા 16
ગીરસોમનાથ તાલાલા 16
નવસારી નવસારી 16
વલસાડ ઉમરગામ 15
રાજકોટ જેતપુર 14
અમરેલી ધારી 13
છોટાઉદેપુર નસવાડી 13
ડાંગ વધઈ 13
અમદાવાદ ધોલેરા 12
તાપી ઉચ્છલ 12
સુરત મહુવા 12
દાહોદ દાહોદ 11
નવસારી ચીખલી 11
જૂનાગઢ ભેંસણ 8
સુરત સુરત શહેર 8
નવસારી વાંસદા 8
જૂનાગઢ જૂનાગઢ 7
જૂનાગઢ જૂનાગઢ શહેર 7
અમરેલી રાજુલા 7
વલસાડ કપરાડા 7
રાજકોટ કોટડાસાંગાણી 5
દેવભૂમિદ્રારકા ખંભાળિયા 5
જૂનાગઢ મેંદરડા 5
દાહોદ ફતેપુરા 5
દાહોદ લીમખેડા 5
બોટાદ બરવાળા 5
તાપી નિઝર 5
તાપી વ્યારા 5

 

આજે સવારે બે કલાકમાં પડેલા વરસાદના 2 મિમિ સુધીના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ(મિમિમાં)
અરવલ્લી મોડાસા 44
અરવલ્લી માલપુર 23
મહીસાગર ખાનપુર 14
મહીસાગર લુણાવાડા 14
અરવલ્લી મેઘરજ 10
ભાવનગર મહુવા 10
ભાવનગર ઘોઘા 9
અમરેલી અમરેલી 8
મહીસાગર સંતરામપુર 8
સાબરકાંઠા હિંમતનગર 8
અમરેલી જાફરાબાદ 7
અરવલ્લી ધનસુરા 6
અમરેલી લીલીયા 5