Monday, September 26, 2022
Homeડીસા : કૂચાવાડા સ્ટેટ હાઈ-વે પર ટ્રેલર અને પેસેન્જર જીપ વચ્ચે અકસ્માતમાં...
Array

ડીસા : કૂચાવાડા સ્ટેટ હાઈ-વે પર ટ્રેલર અને પેસેન્જર જીપ વચ્ચે અકસ્માતમાં 4ના મોત

- Advertisement -

પાંથાવાડા: ડીસા – કૂચાવાડા સ્ટેટ હાઈ-વે પર સોમવારે બપોરે ટ્રેલર અને પેસેન્જર ભરેલી કમાન્ડર જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળેજ ત્રણના મોત નિપજ્યા હતા.અકસ્માતના પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને લોકોને બહાર કાઢી ઇમરજન્સી 108 મારફતે સારવાર અર્થે ખસેડયા હતા. તે પૈકી સારવાર દરમિયાન એકનું મોત થયું હતું.

ઘટનાસ્થળે પતિ-પત્ની સહિત 4ના મોત
અકસ્માત સ્થળેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સોમવારે બપોરે ડીસા તરફથી આવતી પેસેન્જર ભરેલી કમાન્ડર જીપ નંબર જીજે-8-એફ-2912 અને પાંથાવાડા તરફથી આવતા ટ્રેલર નંબર આરજે-52-જીએ-3413 વચ્ચે ડીસા – કૂચાવાડા સ્ટેટ હાઈ-વે પર આવેલા લાખણાસર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતા પતિ પત્ની તથા એક અન્ય મહિલા સહિત ત્રણના ઘટના સ્થળે મોત નિપજયું હતું. આ ઘટનામાં બે લોકોને ગંભીર ઇજા પહોંચી છે.

મૃતકોની યાદી
1 જગસીભાઈ રૂડાજી મજીરાણા અને 2 વાદીબેન જગસીભાઈ મજીરાણા (બન્ને પતી -પત્ની રહે પેસુઆ રાજસ્થાન), પવિબેન હરિભાઈ મેવાડા, સાંતરવાડા તા.દાંતીવાડા અને એક ઘાયલ વ્યક્તિ (સારવાર દરમિયાન મોત)
ઘાયલ અન્ય એક વ્યક્તિ સારવારમાં

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular