વડોદરા : વધુ 4 દર્દીના મોત, કરજણ પોલીસ સ્ટેશનમાં આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવતા PSI સહિત 12ને હોમ ક્વોરન્ટીન કરાયા

0
12

વડોદરા શહેરમાં કોરોના વાઈરસથી વધુ 4 દર્દીના મોત નિપજ્યાં છે. સવારે 5 કલાકના સમયગાળા દરમિયાન ખાસવાડી સ્મશાનમાં 4 મૃતદેહોની અંતિમ વિધી કરવામાં આવી હતી. વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે આવેલ રતિલાલ પાર્કમાં રહેતા મયુરભાઇ દાકાણીને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું. અને સવારે 4-30 કલાકે તેમની ખાસવાડી સ્મશાનમાં અંતિમવિધી કરવામાં આવી હતી. પોલોગ્રાઉન્ડ સીટી એન્કલેવ સોસાયટીમાં રહેતા ભુપેન્દ્રભાઇ સોમાભાઇ પટેલનું (ઉં.75) મોત નીપજ્યું હતુ. યાકુતપુરા પટેલ ફળિયામાં રહેતા બિલ્કીશબાનું વાલીમહંમદ શેખ(ઉં.50)નું મોત નીપજ્યું હતું. તેમની અંતિમવિધી માતરીયા કબ્રસ્તાનમાં કરવામાં આવી હતી. વડોદરાના આજવા રોડ પર આવેલા શક્તિનગરના રહેવાસી કિરીટભાઇ સોલંકી(ઉ.72)નું સયાજી હોસ્પિટલ સારવાર લઇ રહ્યા હતા. આ દરમિયાન તેમનું મોત થતાં તેમના ખાસવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

વડોદરા શહેર-જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 1057 ઉપર પહોંચ્યો

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર-જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 1057 ઉપર પહોંચી ગયો છે. અને સત્તાવાર મૃત્યુઆંક 42 જ રહ્યો છે અને અત્યાર સુધી સાજા થયેલા દર્દીઓનો આંક 616 પર પહોંચી ગયો છે.

કરજણ પોલીસ સ્ટેશનમાં આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવતા PSI સહિત 12ને હોમ ક્વોરન્ટીન કરાયા

મહિલાના ફોટો વાઈરલ કરીને બદનામ કરવાના ગુનામાં પોરબંદર જીલ્લાના કુતિયાણા તાલુકાના મોહબતપુરા ગામના આરોપીની પરેશ શ્યામજી વરાગીયાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે કરજણ પોલીસ સ્ટેશનમાં આરોપીના સંપર્કમાં આવેલા PSI, પોલીસ જવાનો, GRD અને હોમગાર્ડઝ જવાનો તેમજ અન્ય બે લોકો સહિત 12ને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે, જ્યારે કરજણ નગરપાલિકા દ્વારા કરજણ પોલીસ સ્ટેશન અને પોલીસ લાઇનમાં સેનેટાઇઝનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here