કોરોના અપડેટ : કચ્છમાં કોરોનાના વધુ 4 શંકાસ્પદ કેસો સામે આવ્યા, જિલ્લામાં 144 લાગુ

0
15

ભુજઃ ગુજરાતમાં 6 કોરોનાના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. રાજ્યભરમાં કોરોના શંકાસ્પદ કેસોની તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે કચ્છમાં કોરોનાના વધુ 4 શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. ગાંધીધામમાં બે પરપ્રાંતી યુવકો અને લખપત તાલુકાના આશાલડી ગામનું યુગલ કે જે હમણા જ મક્કા મદીનાની યાત્રા કરવા ગયા હતા. તેમનામાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા. જેમને ભુજની જીકે જનરલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ કોરોના મહામારીના પગલે કચ્છ કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લામાં 31 માર્ચ સુધી ધારા 144 લાગુ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here