Sunday, November 3, 2024
HomeUncategorizedGUJARAT: વધુ 4 તાલીમાર્થી PSI એ રજા માટે ગોલમાલ કરતાં નોકરી ગુમાવી,...

GUJARAT: વધુ 4 તાલીમાર્થી PSI એ રજા માટે ગોલમાલ કરતાં નોકરી ગુમાવી, ખોટા બહાના ભારે પડ્યા……!

- Advertisement -

કરાઈ પોલીસ એકેડમીમાંથી રજા મેળવવા માટે 5 તાલીમાર્થી PSIના બહાના ખોટા હોવાનું સામે આવતા ફરજમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રજા મેળવવા માટે થઈને કોઈએ જીવતે જીવ જ દાદીમાં ગુજરી ગયા હોવાના અને લગ્ન હોવાનું બહાનું બનાવીને રજા મેળવવા ખોટી કંકોત્રી છપાવીને રજૂ કરી હતી.

 

પહેલા એક તાલીમાર્થી PSIની ખોટી રજાનો મામલો સામે આવ્યો હતો. જેમાં મુન્ના આલ નામના તાલીમાર્થી PSIની સામે ગુનો દાખલ કરાયો હતો અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન હવે વધુ 4 તાલીમાર્થી PSIએ પણ ખોટી રજાઓ મેળવી હોવાનું સામે આવ્યુ છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના સૌથી વધુ ત્રણ તાલીમાર્થી PSI હોવાનું ખુલ્યુ છે. જ્યારે સુરત અને મોરબીના એક એક તાલીમાર્થી PSI હોવાનું સામે આવ્યુ છે.

દાદીમાં ગુજરી ગયા હોવાનું ખોટું બહાનું દાદી જીવતા હોવા છતાં રજૂ કરવામાં આવ્યુ હતુ. જ્યારે અન્ય કિસ્સામાં તો લગ્નની ખોટી કંકોત્રી છપાવીને રજૂ કરી હતી. આમ ખોટા બહાના રજૂ કરીને તાલીમમાંથી રજા મેળવવામાં આવી હતી. જેને લઈ પોલીસ એકેડમીના પ્રિન્સિપાલે પાંચેય તાલીમાર્થી PSIને સસ્પેન્ડ કરી દીધા છે. આ પ્રકારની કાર્યવાહી એકેડમીના ઇતિહાસમાં પ્રથમવાર કરવામાં આવી છે.

આ પાંચ તાલીમાર્થી PSI સામે કાર્યવાહી
કમલેશકુમાર તલાભાઇ સુથાર, ચેસ્ટ નંબર. 292, રહે રુણી, તાલુકો ભાભર, જિ. બનાસકાંઠા
માદેવભાઈ અચળાભાઈ પટેલ,ચેસ્ટ નંબર. 254, રહે મુ.પો.શેરાઉ, તા.-થરાદ, જિ. બનાસકાંઠા
દેવલબેન વજુભાઇ દેવમુરારી, ચેસ્ટ નંબર. 272, રહે 202-203, ચામુંડાનગર સોસાયટી, સીતાનગર ચોક, સુરત
હરેશદાન અશોકદાન ટાપરીયા,ચેસ્ટ નંબર. 231, રહે ગ્રીન પાર્ક સોસાયટી, વૈજનાથ મંદિર પાસે, તાલુકો હળવદ, જિ. મોરબી
મુન્ના હમીરભાઈ આલ, રહે સાગરા, તા. પાલનપુર, જિ. બનાસકાંઠા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular