કોડિનારના ખનીજચોરો પર રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા જડબેસલાક કાર્યવાહી કરવામાં આવી છે. કોડિનારના ઘાંટવડ ગામે 14,93,126 મેટ્રિક ટન લાઈમસ્ટોનની ચોરી કરનારા ચાર શખ્સોને 75.23 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.
કોડિનાર તાલુકાના ઘાંટવડ ખાતેના ખાનગી માલીકી જમીનમાં મસરીભાઇ ભાયાભાઇ બાંભણીયા દ્વારા કોઇ પણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટાન ખનીજ ખનન કરવામાં આવેલું હોવાથી તે વિસ્તારની માપણી હાથ ધરતા કુલ-3,07,533 મે.ટન ખનીજ ચોરી કરેલ હોવાનુ માલૂમ પડયું હતું. તેથી 15.49 કરોડની દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જ રીતે અન્ય ખાનગી માલીકીની જમીનમાં સુલેમાન વલી ચૈહાણ તથા અન્ય દ્વારા કોઇ પણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટાન 5.40,562 મે.ટનની ચોરી કરતા 27.24 કરોડની દંડની રકમ વસૂલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત ભાણાભાઇ ભીખાભાઇ સિંગડ તથા અન્ય દ્વારા કોઇ પણ પ્રકારની મંજુરી વગર ગેરકાયદેસર રીતે 3,12,924 મે.ટન બિલ્ડીંગ લાઇમસ્ટાન ખનીજની ચોરીકરતા 15.77 કરોડ દંડ ફટકારાયો છે તેમજ નથુભાઇ રામભાઇ પરમાર તથા અન્ય દ્વારા 3.32.107 મે.ટન બિલ્ડીંગ લાઇમસ્ટાન ખનીજની ચોરી 16.73 કરોડની દંડ ફટકારાયો છે. આમ, 14.03,126 મેટ્રિક ટન લાઈમસ્ટોનની ખનીજ ચોરી માટે કુલ રૂ. 75.23 કરોડની દંડની રકમ વસૂલવા બાબતે તંત્ર દ્વારા નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે