Friday, March 29, 2024
Homeદેશદિલ્હીના સીલમપુરમાં 4 યુવાનોએ 12 વર્ષના છોકરા પર આચર્યું દુષ્કર્મ

દિલ્હીના સીલમપુરમાં 4 યુવાનોએ 12 વર્ષના છોકરા પર આચર્યું દુષ્કર્મ

- Advertisement -

દિલ્હીના સીલમપુરમાં બનેલી એક ગંભીર ઘટનામાં 4 યુવાનોએ 12 વર્ષના એક છોકરા પર સામૂહિક દુષ્કર્મ આચરીને તેના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખ્યો હતો એટલું જ નહીં પરંતુ આરોપીઓએ તેને પર ઈંટ અને રોડ વડે માર માર્યો હતો. દિલ્હી મહિલા પંચને મળેલી ફરિયાદ અનુસાર, એક મહિલાએ જણાવ્યું હતું કે 22 સપ્ટેમ્બરે તેનો 12 વર્ષનો પુત્ર લોહિલુહાણ હાલતમાં ઘેર આવ્યો હતો. તે ખૂબ ડરેલો હતો અને બોલી શકે તેવી સ્થિતિમાં નહોતી. આથી માતાએ તેની ઊંડી પૂછપરછ કરી હતી. આખરે પૂછપરછમાં છોકરાએ જે બન્યું હતું તે કહી સંભળાવ્યું હતું.

12 વર્ષના છોકરાએ તેની માતાને કહ્યું કે તે જ્યારે ઘરની બહાર રમવા ગયો ત્યારે 4 યુવાનો તેને સમજાવીને નજીકના ઝાડી ઝાખરાવાળા વિસ્તારમાં લઈ ગયા હતા. જ્યાં 4 યુવાનોએ તેની પર વારાફરતી રેપ કર્યો હતો. છોકરાએ કહ્યું રેપ બાદ 4 યુવાનોએ મને ઈંટ અને સળિયા વડે માર માર્યો હતો અને પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખ્યો હતો અને અધમૂઓ કરીને ફરાર થઈ ગયા હતા.

હાલમાં છોકરાની હાલત ખૂબ ગંભીર છે અને તેને હોસ્પિટલમાં ભરતી કરાયો છે. દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતી માલીવાલે કહ્યું કે દિલ્હીમાં છોકરી તો શું છોકરા પણ સુરક્ષિત નથી. એક 12 વર્ષના છોકરા સાથે 4 લોકોએ રેપ કર્યો અને ડંડા વડે તેને મારીને અધમૂઓ કરીને ફરાર થઈ ગયા. અમારી ટીમે અલગ અલ કેસમાં ફરિયાદ નોંધાવી છે અને એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે બાકીના 3 આરોપી ફરાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular