પાટણ: બનાસ નદીમાં 4 યુવાનો તણાયા, 1 નું મોત

0
0

(અહેવાલ : રવિ કાયસ્થ)

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે  ઉપરવાસના વરસાદી પાણીએ એક યુવાનનો ભોગ લીધો છે. પાટણની બનાસનદીમાં ચાર યુવાનો તણાયા હતા. જે પૈકી 3ને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે એક યુવાનનુ ડૂબી જવાથી મોત થયું હતું.

ઉપરવાસમાંથી છોડાયેલા પાણીમાં રાધનપુરના કામલપુર પાસેથી પસાર થતી બનાસનદીમાં ચાર યુવાનો તણાયા હતા. આ અંગેની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતા. જ્યારે સ્થળ પર દોડી ગયેલા સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ 3 યુવાનોને બચાવી લીધા હતા. જ્યારે એક યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે યુવાનના મૃતદેહને પીએમ અર્થે રાધનપુરની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here