40 હજાર કરોડની કિંમતે 6 સબમરિન બનશે, 5 હજાર એન્ટી ટેન્ક મિસાઇલ ખરીદીને મંજૂરી

0
23

નવી દિલ્હીઃ ડિફેન્સ મિનિસ્ટ્રીએ ગુરૂવારે બે મહત્વની પરિયોજનાઓને મંજૂરી આપી. મંત્રાલયે 40 હજાર કરોડની કિંમતે 6 સબમરિન બનાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત સેના માટે 5 હજાર એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ (ATGM) મિલાન 2T મેળવવા માટે પણ મંત્રાલયે ગ્રીન સિગ્નલ આપી દીધી છે.

કારગિલમાં મિલાનનો ઉપયોગ
  • મિલાન 2T મિસાઇલનો ઉપયોગ 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન થયો હતો. જો કે, આ દરમિયાન તેને પાકિસ્તાની સૈન્યના બંકરોને નષ્ટ કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલના પાકિસ્તાની બંકરોને વાયર ગાઇડેડ મિલાન મિસાઇલને ખૂબ જ સારી રીતે નષ્ટ કર્યા હતા. ભારતીય સેના પાસે હજુ એટીજીએમની ઉણપ છે.
  • ઇઝરાયલની એટીજીએમ સ્પાઇક અને અમેરિકાની જેવલિનને લઇને હજુ સુધી કોઇ સમજૂતી નથી થઇ શકી. બીજી તરફ, ડીઆરડીઓની નાગ મિસાઇલ હજુ વિકસિત થઇ રહી છે. એવામાં રક્ષા મંત્રાલયે હાલની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે મિલાન મિસાઇલને મંજૂરી આપી દીધી છે.
  • રિપોર્ટ અનુસાર, ભારતીય સેનાને હજુ 70 હજાર એટીજીએમ અને અંદાજિત 850 લૉન્ચર્સની જરૂર છે. આ લૉન્ચર્સ અનેક પ્રકારના છે, સેનાની યોજના થર્ડ જનરેશન ATGM મેળવવાની છે. જેની રેન્જ હાલની મિલાન 2T બરાબર જ હોય. મિલાન 2T ફ્રાન્સની એટીજીએમ છે. સેમી ઓટોમેટિક કમાન્ડ ટુ લાઇન ઓફ સાઇટ (SACLOS) થર્મલ સાઇટ ટેક્નિકથી સજ્જ હોવાના કારણે તે રાત્રે પણ લક્ષ્યને ભેદી શકે છે.
મોદી-નેતન્યાહૂની મુલાકાત પર નજર

રિપોર્ટ્સ અનુસાર, ફેબ્રુઆરીના મધ્યમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ભારતની મુલાકાત લેશે. આ દરમિયાન ઇઝરાયલ અને ભારતની વચ્ચે 3552 કરોડ રૂપિયાની સ્પાઇક ડીલ પર નિર્ણય થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here