- Advertisement -
ગાંધીનગરઃ 2.14 લાખ કરોડથી વધુનું દેવું ધરાવતી ગુજરાત સરકારને GSDP (ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટીક પ્રોડક્ટ) રેસિયો નીચો જતો હોવા છતાં અંદાજે 40 હજાર કરોડનો બાકી ટેક્સ ઉઘરાવવામાં રસ નથી. જેમાં સેલ્સ, VAT અને GST ટેક્સ બાકી છે.
નીતિન પટેલે વિધાનસભા પ્રશ્નોતરીમાં જવાબ આપતાં જણાવ્યું હતું કે ‘રાજ્યમાં 42,675 ડિફોલ્ટર પાસેથી 40,222 કરોડની ટેક્સ રકમ સરકારે ઉઘરાવવાની બાકી છે. આટલી મોટી રકમ ઉઘરાવવાની બાકી હોવા છતાં સરકારને રસ નથી. આ ઉપરાંત 39240 ડિફોલ્ટરને સરકારે ટેક્સ ભરવાની નોટિસ પણ આપી છે. આ ઉપરાંત તમામના કોઈ પણ પ્રકારના કોર્ટ સ્ટે પણ નથી.’
જિલ્લા વાઈઝ બાકી ટેક્સની રકમ
જિલ્લો | ડિફોલ્ટરની સંખ્યા | ટેક્સની બાકી રકમ |
અમદાવાદ | 11698 | 13821 |
વડોદરા | 3379 | 5720 |
કચ્છ | 2296 | 3877 |
સુરત | 6280 | 3087 |
મોરબી | 2213 | 2907 |
ભાવનગર | 1135 | 1611 |
દેવભુમિ દ્વારકા | 87 | 1393 |
ભરૂચ | 1098 | 1187 |
વલસાડ | 1881 | 1040 |
મોહેસાણા | 1146 | 924 |