રાજકોટ માં 40 કેસ-13ના મોત, વધુ ભાવ પડાવતી ખાનગી હોસ્પિટલ સામે કમિટી કાર્યવાહી કરશે, ચાર્જ અંગે બોર્ડ મારવું ફરજિયાત

0
5

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ અને મૃત્યઆંક સતત વધી રહ્યો છે. સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાંથી રાજકોટમાં સારવાર લઈ રહેલા 13 લોકોના કોરનાથી મોત નિપજ્યા છે. 11ના સિવિલમાં અને 2ના ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે. આ સાથે જ રાજકોટમાં 40 અને ગોંડલમાં 13 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 4200ને પાર પહોંચી ગઈ છે. મહત્વનું છે કે વધુ ભાવ પડાવતી ખાનગી હોસ્પિટલ સામે કલેક્ટરે કમિટીની રચના કરી છે. જે ખાનગી હોસ્પિટલો સામે પગલા લેશે. આ સાથે કોવિડ હોસ્પિટલે ચાર્જ અંગેનો બોર્ડ મારવું ફરજિયાત છે.

કલેક્ટરે કમિટીની રચના કરી
કોરોનામાં ખાનગી હોસ્પિટલ દ્વારા તોતિંગ ભાવ પડાવવામાં આવતા હોવાને લઈને કલેક્ટર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે. વધુ ભાવ પડાવતી ખાનગી હોસ્પિટલ સામે કમિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. કોવિડ હોસ્પિટલે ચાર્જ અંગેનો બોર્ડ લગાવવો ફરજિયાત છે. જો બોર્ડ લગાવવામાં આવશે નહીં તો હોસ્પિટલની માન્યતા પણ રદ્દ થઈ શકે છે. મહત્વનું છે કે ગઈકાલે કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

શહેરમાં બુધવારે 3 હજારથી વધુ સેમ્પલ લીધા
રાજકોટમાં બુધવારે 3267 કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી 98 પોઝિટિવ આવ્યા છે. તેમાંથી ત્રણ અન્ય જિલ્લાના દર્દીઓ છે. જ્યારે રાજકોટ શહેરના 75 અને ગ્રામ્યના 20 દર્દી પોઝિટિવ છે. સારવાર દરમિયાન રાજકોટ શહેરના 9, ગ્રામ્યના સાત અને અન્ય જિલ્લાના પાંચ દર્દીનાં મોત થયા છે. મહત્વનું છે કે કોરોનાની મહામારીમાં આરોગ્ય વિભાગ દ્વારા 540 હેલ્થ વર્કરની ભરતી કરવામાં આવશે. ખાનગી કોન્ટ્રાક્ટ હેઠળ 540 હેલ્થ વર્કરની ભરતી કરવામાં આવશે.

અમરેલીના પૂર્વ ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
અમરેલી જિલ્લાના ધારીના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નલિન કોટડીયાએ સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here