Thursday, August 5, 2021
No menu items!
Homeરાજકોટમાં 40 કેસ અને 16 દર્દીના મોત, શહેરમાં કુલ કેસની સંખ્યા 1900ને...
Array

રાજકોટમાં 40 કેસ અને 16 દર્દીના મોત, શહેરમાં કુલ કેસની સંખ્યા 1900ને પાર, ગોંડલમાં 4નો રિપોર્ટ પોઝિટિવ

રાજકોટ. સૌરાષ્ટ્રમાં કોરોના કહેર યથાવત છે. રાજકોટ શહેર આજે બુધવારે વધુ 40 કેસ નોંધાયા છે. શહેર અને ગ્રામ્યમાં રોજ 100ની નજીક કેસની સંખ્યા આવી રહી છે. રાજકોટમાં કોરોનાથી 16 દર્દીના મોત નીપજ્યા છે. જેમાં 14 દર્દીના સિવિલ હોસ્પિટલમાં અને 2 દર્દીના ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યા છે. રાજકોટ શહેરમાં રોજ સરેરાશ 60 કેસ નોંધાય રહ્યા છે. આથી આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી ગઈ છે. રાજકોટ શહેરમાં કુલ કેસની સંખ્યા 1900ને પાર કરી 1912 થઈ છે. ગોંડલમાં આજે વધુ 4 કેસ નોંધાયો છે. જેમાં પુનિતનગરમાં તુલસી ટાવરમાં1, માધવવાડીમાં 1, કે.વી. રોડ પરની અંબિકાનગરમાં 1 અને તક્ષશિલા સોસાયટીમાં એક કેસ નોંધાયો છે.

ગઈકાલે એક જ દિવસમાં 15 દર્દીના કોરોનાથી મોત નીપજ્યા હતા
રાજકોટમાં એક જ દિવસમાં ગઈકાલે સૌથી વધુ 15 કોરોના પોઝિટિવ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. જેમાંથી રાજકોટ શહેરના 7, ગ્રામ્યના 4 અને અન્ય જિલ્લાના 4 દર્દીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાએ પણ ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટના આધારે શહેરમાં 42 લોકોના જીવ કોરોનાને કારણે ગયા હોવાનું જાહેર કર્યું છે. રાજકોટમાં દૈનિક 2000 ટેસ્ટનો ટાર્ગેટ અપાયો છે તેમજ મંગળવારે રાજ્યભરમાં 41000 હજાર ટેસ્ટ કરાયા હતા પણ રાજકોટમાં ટેસ્ટ વધારવાને બદલે ઘટાડાતા જાય છે.

ઘરે-ઘરે જઈ લોકોના ટેસ્ટ કરવામાં આવે છે
દર્દીઓની સંખ્યાની સાથે સાથે હોમ આઈસોલેશનની સંખ્યા વધતી જાય છે. રાજકોટમાં હાલ 472 લોકો ઘરે રહીને જ કોરોના સામે જંગ લડી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં સુપર સ્પ્રેડર શોધવા માટે શાકભાજી વેચનારાઓના ટેસ્ટ થઈ રહ્યા છે. પડધરીમાં બે દિવસ દરમિયાન આવા ટેસ્ટમાં એકપણ કેસ આવ્યો નથી. યુનિવર્સિટીની એમ.એડ. સેમેસ્ટર-4ની પરીક્ષાર્થીની તબિયત સુધરતા હોસ્પિટલમાંથી મંગળવારે રજા અપાઈ છે અને હોમ આઇસોલેશનમાં રહેવાનો નિર્ણય કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments