રાજકોટ માં 40 કેસ- 22ના મોત, સૌ.યુનિ.ના કુલપતિના પત્ની અને પુત્રનો રિપોર્ટ પોઝિટિવ

0
10

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ અને મૃત્યઆંક સતત વધી રહ્યો છે. સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાંથી રાજકોટમાં સારવાર લઈ રહેલા 22 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. 16ના સિવિલમાં અને 6ના ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે. આજે રાજકોટમાં ઈલેક્ટ્રિક એસો.ના પ્રમુખ બળવંતભાઈ પુજારીનું પણ કોરોનાથી મોત નિપજ્યું છે. આમ છેલ્લા 20 દિવસમાં કોરોનાથી 330 લોકોના મોત થયા છે. આ સાથે જ રાજકોટમાં આજે 40 કેસ પોઝિટિવ નોંધાયા છે. શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 3018 પર પહોંચી ગઈ છે. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના પત્ની અને પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કુલપતિના પત્નીઅને પુત્રનો રિપોર્ટ પોઝિટિવ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણીના પત્ની અને પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હજુ થોડા દિવસ પહેલા જ કુલપતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં 35 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જો કે મોટાભાગના કર્મચારીઓની તબિયત સ્થિર છે અને હોમ ક્વોરન્ટાઈન છે.

સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં 199 કેસ, 3 મોત

જૂનાગઢ જિલ્લામાં શુક્રવારે 32 કેસ, ગિર સોમનાથ જિલ્લામાં 16 કેસ અને એક મોત, પોરબંદર જિલ્લામાં 12 પોઝિટિવ, 1 મોત, અમરેલી જિલ્લામાં 28 કેસ અને 1 મોત તેમજ જામનગર જિલ્લામાં કોરોનાના વધુ 85 કેસ અને મોરબી પંથકમાંથી 26 કેસ પોઝિટિવ આવ્યા હતા.

શુક્રવારે રાજકોટ જિલ્લામાં 105 કેસ નોંધાયા

શુક્રવારે રાજકોટ જિલ્લામાં કોરોનાનો કુલ આંક 105 નોંધાયો છે. જેમાં શહેરના 78 અને જિલ્લાના 27 સત્તાવાર યાદીમાં જાહેર કરાયા છે. નવા નોંધાયેલા કેસના ત્રીજા ભાગ જેટલા એટલે કે માત્ર 37 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હોવાનું જાહેર કરાયુ છે.આમ અત્યાર સુધીમાં રાજકોટમાં 2900થી વધુ કેસ પોઝિટિવ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here