40% ભારતીય પત્નીઓ લગ્નેત્તર સંબંધ ધરાવે છેઃ સર્વે

0
27

ભારતમાં સેક્સને હજુ પણ એક ટેબૂની જેમ જોવામાં આવે છે. ખાસ કરીને લગ્ન બાદ અહીં મહિલાઓ પાસે એવી આશા રાખવામાં આવે છે કે, તેઓ પોતાના પતિ ઉપરાંત કોઈ અન્ય પુરુષ સાથે કોઈપણ પ્રકારની કોઈ ફિઝીકલ ઈન્ટીમસી ન રાખે. પરીણિત મહિલાના અફેરને અહીં સારી નજરોથી જોવામાં નથી આવતા. પરંતુ, તેનાથી વિરુદ્ધ એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપની હાલની રિપોર્ટ પર નજર કરીએ તો ભારતીય આ વિષયો પર હવે બોલ્ડ થઈ રહ્યા છે.

એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપ ગ્લીડને એક રિસર્ચ કર્યું છે, જેમાં 53 ટકા ભારતીય મહિલાઓએ માન્યું છે કે, તેઓ પોતાના પતિ ઉપરાંત કોઈ અન્ય પુરુષની સાથે ઈન્ટિમેટ રિલેશનશિપમાં છે. જ્યારે લગ્ન બહાર બીજી મહિલાઓ સાથે સંબંધ રાખનારા પુરુષોની સંખ્યા 43 ટકા છે.

ગ્લીડનની માર્કેટિંગ ડિરેક્ટર સોલેન પેલેટના જણાવ્યા અનુસાર, રોમાન્સ અને બેવફાઈના મામલામાં ભારતીય મહિલાઓ ખૂબ જ ખુલ્લા વિચારો ધરાવે છે. ગ્લીડન લોકોને એવો માહોલ આપે છે, જેમાં તેઓ પોતાના પાર્ટનર સાથે સંબંધને પ્રભાવિત કર્યા વિના, પોતાના જેવા વિચારો ધરાવતા કોઈ અન્યની સાથે એક નવી લવ સ્ટોરીની શરૂઆત કરી શકે.

ગ્લીડનના આ ઓનલાઈન રિસર્ચમાં દિલ્હી, કોલકાતા, મુંબઈ, ચેન્નાઈ, બેંગ્લોર, પુણે, અમદાવાદ અને હૈદરાબાદ જેવા મોટા શહેરોના 1500 લોકોએ ભાગ લીધો હતો. રિસર્ચમાં ખુલાસો થયો હતો કે, પુરુષોની સરખામણીમાં એ મહિલાઓની સંખ્યા વધુ હતી, જે નિયમિતરીતે પોતાના પતિ ઉપરાંત અન્ય પુરુષો સાથે શારીરિક સંબંધો બનાવે છે.

રિસર્ચ અનુસાર, પતિ ઉપરાંત અન્ય પુરુષ સાથે દરરોજ શારીરિક સંબંધ બનાવનારી મહિલાઓની સંખ્યા 40 ટકા છે, જ્યારે 26 ટકા પુરુષ પોતાની પત્ની ઉપરાંત કોઈ અન્ય મહિલા સાથે નિયમિતરીતે સેક્સ કરે છે. રિસર્ચમાં ભારતના આશરે 50 ટકા પરીણિત લોકોએ સ્વીકાર્યું કે તેઓ પોતાની જીવનસાથી ઉપરાંત કોઈ અન્યની સાથે ઈન્ટિમેટ રિલેશનશિપમાં છે. જ્યારે 47 ટકા લોકોએ સ્વીકાર્યું કે, તેઓ પોતાના પાર્ટનર ઉપરાંત પણ કોઈ અન્યની સાથે કેઝ્યુઅલ રિલેશનશિપમાં છે, જ્યારે 46 ટકા લોકોએ વન નાઈટ સ્ટેન્ડની વાત સ્વીકારી હતી.

રિસર્ચમાં 48 ટકા ભારતીયોએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, એક સમયમાં બે લોકોની સાથે પ્રેમમાં પડવું શક્ય છે, જ્યારે 46 ટકા લોકોએ માન્યું કે પોતાના પાર્ટનરને છેતરવા છતા તેમના પ્રત્યે પ્રેમ ઓછો નથી થતો. આ જ કારણ છે કે, અફેર વિશે જાણવા છતા ભારતીયો પોતાના પાર્ટનરને માફ કરવામાં વિશ્વાસ ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here