Saturday, April 20, 2024
Homeરિસર્ચ : દેશમાં 57% લોકો ઓવરવેટ, અમદાવાદ ઓવરવેટ શહેરોની યાદીમાં 8મા ક્રમે,...
Array

રિસર્ચ : દેશમાં 57% લોકો ઓવરવેટ, અમદાવાદ ઓવરવેટ શહેરોની યાદીમાં 8મા ક્રમે, 40 ટકા ભારતીય તણાવમાં

- Advertisement -

હેલ્થ ડેસ્ક. દેશની જનતાને શારિરીક અને માનસિક રીતે સ્વસ્થ બનાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રમત દિવસ પર ફીટ ઈન્ડિયા મુવમેન્ટની શરૂઆત કરી હતી. કૅમ્પેન પણ જરૂરી છે, કેમ કે, સ્વાસ્થ્યને લઈને એક રિસર્ચ કરવામાં આવ્યું હતું જેમાં દેશમાં 57 ટકા લોકો ઓવરવેટ હોવાનું જાણવા મળ્યું હતું. આ રિસર્ચ જીજોક્યૂઆઈ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. કંપનીનો દાવો છે કે, દેશમાં બેંગલુરુ સૌથી સ્વસ્થ અને કલકત્તા સૌથી અસ્વસ્થ શહેર છે. સૌથી સક્રિય શહેરોમાં મુંબઈ પ્રથમ ક્રમે છે. આ રિસર્ચમાં ખાવા-પીવાની, ઊંઘવાની અને કસરતની ટેવ અંગે સવાલો પૂછવામાં આવ્યા હતા. ઓવરવેટ શહેરોની યાદીમાં અમદાવાદ 8મા ક્રમે છે.

રિસર્ચમાં 19 વર્ષથી ઓછી ઉંમરના 11.9 ટકા યુવાનો હાઈ કોલેસ્ટ્રોલ, 6.3 ટકા ડાયાબિટીસ અને 8.7 ટકા બ્લડ પ્રેશરથી પીડિત છે. 40% ભારતીયોમાં ટેન્શન રહેતું હોવાનું જણાયું.6.3% ડાયાબિટીસ, 8.7% બ્લડપ્રેશરથી પીડાતા હોવાનું નોંધાયું. દેશમાં અડધાથી વધુ લોકોમાં એટલે કે 57%માં સામાન્ય કરતા વધુ વજન જોવા મળ્યું

સૌથી સ્વસ્થ શહેરોમાં બેંગલુરુ, દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ, ચેન્નઈ, પુણે, અમદાવાદ, કલકત્તા સામેલ છે. તે ઉપરાંત ઓવરવેટ શહેરોમાં દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈ, બેંગલુરુ, પુણે, મુંબઈ, કલકત્તા, અમદાવાદ સામેલ છે.

53 ટકા મહિલાઓ ઓછી એક્ટિવ રહે છે

હેલ્થીફાઈમીનો રિપોર્ટ ફિઝિકલ એક્ટિવિટી લેવલ્સ ઓફ ઇન્ડિયનના જણાવ્યા મુજબ દેશની 53% મહિલાઓની શારીરિક એક્ટિવિટી જરૂરિયાત કરતા ઓછી છે. આ મામલે પુરુષોનો આંકડો 44%નો છે.

11,700 કરોડનું ફિટનેસ માર્કેટ

પોર્ટલ સ્ટેટિસ્ટાના જણાવ્યા મુજબ ભારતમાં દર વર્ષે ફિટનેસ સેક્ટરમાંથી 11700 કરોડ રૂપિયાની આવક ઊભી થાય છે. આ સેક્ટરનો વૃદ્ધિદર વાર્ષિક 6.6 ટકા છે. 2023 સુધીમાં તેની આવક 15200 કરોડ સુધી પહોંચી જશે. સૌથી વધુ ફિટનેસ આવક ચીનની છે. આ વર્ષે ચીનનું આ બજાર 36600 કરોડ રૂપિયા સુધી પહોંચશે.

64 ટકા લોકો એક્સરસાઈઝ નથી કરતા

માર્કેટ ઈન્ટેલિજેંસ કંપની મિંટેલએ 3000 ભારતીય પુખ્ત વયના લોકોને લઈને રિસર્ચ કર્યું હતું. રિસર્ચના જણાવ્યા પ્રમાણે, 64 ટકા લોકો કોઈ કસરત નથી કરતા. જે લોકો કસરત કરે છે તેમાંથી 67 ટકા લોકો માત્ર મોર્નિંગ વોક કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular