ભરૂચ : ઉટિયાદરા ગામની ગ્લાસ કંપનીમાં 40 લૂંટારૂઓએ 6 સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો, લૂંટના ઇરાદે ત્રણની હત્યા

0
0

ભરૂચઃ ભરૂચ જિલ્લાના ઉટિયાદરા ગામની પી.જી. ગ્લાસ પ્રાઇવેટ લિ. નામની બંધ પડેલી કંપનીમાં 40 જેટલા લૂંટારા લૂંટના ઇરાદે ઘૂસ્યા હતા. અને 6 જેટલા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. જેમાં 3 સિક્યુરિટી ગાર્ડના મોત નીપજ્યા છે. ભરૂચ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

3 સિક્યુરિટી ગાર્ડ સારવાર હેઠળ
ભરૂચ જિલ્લાના ઉટિયાદરા ગામની શ્રીજી ગ્લાસ કંપનીમાં મંગળવારે મોડી રાત્રે 40 જેટલા લૂંટારૂઓ ધૂસી ગયા હતા. અને 6 જેટલા સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવીને માર માર્યો હતો. જેમાં બે સિક્યુરિટી ગાર્ડના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા 4 સિક્યુરિટી ગાર્ડ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ એક સિક્યુરિટી ગાર્ડનું મોત નિપજ્યું હતું. હાલ 3 સિક્યુરિટી ગાર્ડ સારવાર હેઠળ છે, જે પૈકી 2 સિક્યુરિટી ગાર્ડની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ભરૂચ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

લૂંટના ઇરાદે 3 સિક્યુરિટી ગાર્ડની હત્યા
40 જેટલા લોકો લૂંટના ઇરાદે કંપનીમાં ઘૂસ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે. જોકે પોલીસે આ મામલે કંપનીની આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી અને અને સારવાર લઇ રહેલા સિક્યુરિટી ગાર્ડના નિવેદન પણ લેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here