Saturday, September 18, 2021
Home400 મુસાફરો ફસાયા : ગ્વાલિયર-ઈન્દોર ઈન્ટરસિટી શિવપુરી-ગુના વચ્ચે પાડરખેડા રેલવે સ્ટેશન પર...
Array

400 મુસાફરો ફસાયા : ગ્વાલિયર-ઈન્દોર ઈન્ટરસિટી શિવપુરી-ગુના વચ્ચે પાડરખેડા રેલવે સ્ટેશન પર ફસાઈ

ગ્વાલિયર-ઈન્દોર ઈન્ટરસિટી એક્સપ્રેસ સોમવારે રાતે 9.30 વાગે શિવપુરીના પાડરખેડા રેલવે સ્ટેશન પર ઉભી છે. આવું એટલા માટે કારણકે અહીં ચાર દિવસથી જોરદાર વરસાદ થઈ રહ્યો છે. આ વિસ્તારથી આગળનો ટ્રેક પાણીમાં ડૂબી ગયો છે. ટ્રેકની બંને બાજુ પહાડોમાંથી ઝરણાં વહી રહ્યા છે. એવું લાગે છે કે, આ કોઈ રેલવે ટ્રેક નહીં પરંતુ નદી ચે.

આ ટ્રેન સોમવારે સાંજે 7.30 વાગે ગ્વાલિયરથી રવાના થઈ હતી. તેમાં 400 મુસાફરો છે. ટ્રેનના કોચમાં લાઈટો નથી. જેના કારણે મુસાફરો ડરેલા છે. તેમને ખાવા-પીવાની સગવડ આપવામાં આવી રહી છે.

રેલવે ટ્રેક પાણીમાં ડૂબી ગયા છે
રેલવે ટ્રેક પાણીમાં ડૂબી ગયા છે

ટ્રેન પરત ગ્વાલિયર મોકલવામાં આવશે

IRCTCની વેબસાઈટ પર આ ટ્રેનને કેન્સલ બતાવવામાં આવી રહી છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે, હવે અહીંથી જ મુસાફરોને ગ્વાલિયર પરત મોકલવામાં આવશે. મુશ્કેલીઓ અહીં ખતમ નથી થતી. ગ્વાલિયરથી શિપુરી વચ્ચે મોહના પર પાર્વતી નદીના પટથી પણ પાણીનું વહેણ વધારે હોવાથી મુસાફરો રોડ મારફતે પણ ગ્વાલિયર પહોંચી શકતા નથી. સવારથી અહીં ફસાયેલી એક બસને જિલ્લા પ્રશાસન અને પોલીસે ભેગા મળીને બહાર કાઢી છે.

શિવપુરીના પાખરખેડા રેલવે સ્ટેશન પર ઉભેલી ઈન્ટરસિટી એક્સપ્રેસ, આ ટ્રેન રદ કરવામાં આવી છે તેથી તેને પરત ગ્વાલિયર મોકલવામાં આવશે
શિવપુરીના પાખરખેડા રેલવે સ્ટેશન પર ઉભેલી ઈન્ટરસિટી એક્સપ્રેસ, આ ટ્રેન રદ કરવામાં આવી છે તેથી તેને પરત ગ્વાલિયર મોકલવામાં આવશે

ખબર નહીં ગ્વાલિયર કેવી રીતે પહોંચીશું?

ટ્રેનમાં કોચ B-1 સીટ નંબર 9 પર મુસાફરી કરતાં આશીષ કુમાર એક પોલી કેબલ કંપનીમાં ઓફિસર છે. મંગળવારે ઈન્દોરમાં કંપનીની એક મીટિંગમાં સામેલ થવા માટે તેઓ આ ટ્રેનમાં નીકળ્યા હતા. તેમણે જણાવ્યું કે, જ્યારથી તેઓ ગ્વાલિયરથી નીકળ્યા છે ત્યારથી આટલો ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. શિવપુરી પહોંચ્યા પછી પણ આ વરસાદ અટક્યો નહીં તો ટ્રેન પાડરખેડા રોકી દેવામાં આવી છે. રોડથી મુસાફરી કરવું પણ શક્ય નથી. આ સંજોગોમાં ટ્રેનના મુસાફરોને ચિંતા થઈ રહી છે કે ગ્વાલિયર કેવી રીતે પહોંચીશું?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments