1 રાતમાં 400 વિદ્યાર્થીઓનું અપહરણ, વાલીઓના રડી-રડીને બેહાલ, સરકાર પાસે મદદની ભીખ માંગી

0
25

ગૃહયુદ્ધથી ઝઝૂમી રહેલા નાઇજીરિયાના કેટસીના રાજ્યમાં એક માધ્યમિક શાળા પર બંદૂકધારીઓના હુમલા બાદ 400 થી વધુ વિદ્યાર્થીઓ ગુમ થઇ ગયા છે. પરિવારવાળાઓને આશંકા છે કે તેમના બાળકોનું અપહરણ કરી લેવાયું છે. પોતાના જીગરના ટુકડા ગુમ થતાં વાલીઓના રડી-રડીને હાલ ખરાબ થઇ ગયા છે અને તેઓ હવે માસૂમોની ભાળ મેળવવા માટે સરકાર પાસે મદદ માંગી રહ્યા છે.

કેટસીના પોલીસના પ્રવકતા ગેમ્બો ઇસા એ એક નિવેદનમાં કહ્યું કે કંકારામાં સરકારી વિજ્ઞાન માધ્યમિક શાળા  પર શુક્રવાર રાત્રે ડાકુઓના મોટા ગ્રૂપે એકે-47 રાઇફલોથી ગોળીબાર કર્યો હતો. ઇસાએ કહ્યું કે પોલીસ અને હુમલાખોરોની વચ્ચે ગોળીબાર ચાલતો રહ્યો, આથી વિદ્યાર્થીઓને સ્કૂલની દિવાલ કૂદીને સુરક્ષિત ભાગી નીકળવાની તક મળી ગઇ. તેમણે કહ્યું કે 400 વિદ્યાર્થીઓ ગુમ છે જ્યારે 200ની ભાળ મેળવી લેવાઇ છે.

 

કહેવાય છે કે સ્કૂલમાં 600 થી વધુ વિદ્યાર્થી ભણે છે. આ બધાની વચ્ચે સંયુકત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ એ નાઇજીરિયાના કસીના રાજ્યમાં એક માધ્યમિક સ્કૂલ પર હુમલો અને કમ સે કમ 400 વિદ્યાર્થીઓ ગુમ થયાની નિંદા કરી છે. ગુટેરેસના પ્રવકતા સ્ટીફન દુજારિકના હવાલે કહ્યું કે મહાસચિવે અપહરણ થયેલા બાળકોની તાત્કાલિક અને કોઇપણ શરત વગર છોડાવાની અને તાત્કાલિક તેમના પરિવારની પાસે સુરક્ષિત મોકલવાની વાત કહી છે.

‘વિદ્યાર્થીઓની જંગલોમાં શોધખોળ ચાલુ’

ગુટેરેસ એ કહ્યું કે સ્કૂલો અને અન્ય શૈક્ષણિક સુવિધાઓ પર હુમલો કરવો માનવાધિકારોનું ઘોર ઉલ્લંઘન છે. નિવેદનમાં તેમણે કહ્યું કે નાઇજીરિયા અધિકારીઓને ચેતવણી આપી છે કે તેઓ આ કૃત્ય માટે જવાબદાર લોકોને ન્યાયના દાયરામાં લાવે. મહાસચિવે આતંકવાદ, હિંસક ઉગ્રવાદ અને સંગઠિત ગુનાની વિરૂદ્ધ લડાઇમાં નાઇજીરિયાની સરકાર અને ત્યાંના લોકોને સંયુકત રાષ્ટ્રનું સમર્થન આપવાની પણ વાત કહી.

આપને જણાવી દઇએ કે 11 ડિસેમ્બરની રાત્રે ગર્વનમેન્ટ સાયન્સ સેકેન્ડરી સ્કૂલ પર હુમલો થયો હતો. રાજ્યના કાંકરા વિસ્તારમાં આવેલા સ્કૂલમાં 839 વિદ્યાર્થી રહે છે. રાજ્યના રાજ્યપાલ અમીનૂ મસારીએ કહ્યું કે અમારી પાસે ઉપલબ્ધ રેકોર્ડના આધાર પર અમે હજુ પણ અપહરણ કરાયેલા વિદ્યાર્થીઓને જંગલોમાં શોધી રહ્યા છીએ. અમે જંગલમાંથી બહાર આવી રહેલા બાળકોની ગણતરી કરી રહ્યા છીએ અને તેમના માતા-પિતા સાથે વાત કરી રહ્યા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here