લોકડાઉન : કોટાથી 400 વિદ્યાર્થી ગુજરાત આવવા રવાના, એલન ઇન્સ્ટિટ્યૂટે 15 બસની વ્યવ્સ્થા કરી

0
35

કોટા. લૉકડાઉનને કારણે કરિયર સિટી તરીકે ઓળખાતા કોટા શહેરમાં ફસાયેલા હજારો વિદ્યાર્થીઓમાંથી ધીમે ધીમે હવે વિદ્યાર્થીઓને હવે પોતપોતાના રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યાં છે. બુધવારે ગુજરાત સરકારે 15 બસ કોટા મોકલી હતી. તેમાં લગભગ 400 વિદ્યાર્થી ગુજરાત આવવા રવાના થયા હતા. તેવી જ રીતે મ.પ્ર. સરકારે 104 બસ મોકલી હતી. તેમાં 3200થી વધુ વિદ્યાર્થી અને વાલીઓને પોતાના વતન મોકલાયા હતા. એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટની અપીલ પછી જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોને કારણે પહેલા ઉત્તર પ્રદેશ અને હવે ગુજરાત તથા મ.પ્ર. સરકારે પોતાના વિદ્યાર્થીઓને પરત લાવવા બસો મોકલી હતી. ગુરુવારે દમણ-દીવના 60 વિદ્યાર્થીઓને લઈને બે બસ કોટાથી રવાના થશે.

તમામ બસોને સેનિટાઈઝ કરાઈ

કોટાથી રવાના થતા પહેલા તમામ બસોને સેનિટાઈઝ કરવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓને માસ્ક, અલ્પાહાર તથા આરોગ્ય ચેકઅપ પછી જ બસમાં મોકલાયા હતા. તેમને પાણીની બોટલ, કુરકુરે, ચોકલેટ, વેફર, બિસ્કિટ, ભજીયા અને મીઠાઈના પેકેટ પણ અપાયા હતા. દરેક વિદ્યાર્થીને થર્મલ સ્ક્રીનીંગ પણ કરાયું હતું.

હજુ કોટામાં 22-25 હજાર વિદ્યાર્થી

ગુજરાત, ઉ.પ્ર., ઉત્તરાખંડ, મ.પ્ર.ના વિદ્યાર્થીઓની કોટામાંથી રવાનગી થઈ ગઈ છે. હજુ અન્ય રાજ્યના લગભગ 22થી 25 હજાર વિદ્યાર્થી કોટામાં છે. રાજસ્થાન સરકાર, કોટા જિલ્લા વહીવટી તંત્ર અને એલન અન્ય રાજ્ય સાથે મળીને તમામ વિદ્યાર્થીઓને તેમના વતન મોકલવા માટે પ્રયત્નશીલ છે.

હેલ્પલાઈન શરૂ કરાઈ

જનતા કર્ફ્યૂના દિવસથી જ વિદ્યાર્થીઓનું ધ્યાન રખાઈ રહ્યું છે. તેમને મેડિકલ હેલ્પ ઉપરાંત સાઈકોલોજિકલ, એકેડમી અને ક્લિનિકલ કાઉન્સિલિંગ માટે હેલ્પલાઈન શરૂ કરાઈ છે. અહીં તમામ 15થી 18 વર્ષની વયના વિદ્યાર્થી છે અને તેઓ આવા સમયે પરિવારથી દૂર રહી શકે તેમ નથી. આથી જિલ્લા વહીવટી તંત્રને અપીલ કરાઈ હતી. – નવીન મહેશ્વરી, ડાયરેક્ટર એલન ઇન્સ્ટિટ્યૂટ

ભોજન મળતું નહોતું

નીટની તૈયારી માટે અહીં આવી હતી. લૉકડાઉનને કારણે અહીં ફસાઈ ગયા હતા. ભોજન પણ મળતું નહોતું, અભ્યાસ પણ થતો નહોતો પરંતુ એલનના પ્રયાસોથી હવે અમે ઘરે જઈ રહ્યાં છીએ. – માનસી પટેલ, વિદ્યાર્થીની

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here