આર્મીનો આંતરિક અહેવાલ : ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ પાસેથી ખરીદેલા ખરાબ દારૂગોળાને કારણે છ વર્ષમાં 403 દુર્ઘટના, 24 જવાનનાં મોત, 131 ઘાયલ થયા

0
0

દર વર્ષે ભારતીય લશ્કરના સરેરાશ 111 જવાન સરહદે દુશ્મનની ગોળીથી શહીદ થાય છે, પણ છેલ્લા છ વર્ષમાં 24 જવાન પોતાના જ આર્મીના ખરાબ દારૂગોળાને કારણે જીવ ગુમાવી બેઠા છે, જ્યારે 131 જવાન ઘાયલ થયા છે. તેમાંના ઘણા હાથ-પગ ગુમાવી ચૂક્યા છે. આ ખુલાસો ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ પાસેથી ખરીદેલા દારૂગોળા તથા અન્ય સામાન અંગે આર્મીના એક આંતરિક અહેવાલમાંથી બહાર આવ્યું છે. ઓએફબી દુનિયાના સૌથી જૂના સરકારી સંરક્ષણ ઉત્પાદન બોર્ડમાંનું એક છે.

સંરક્ષણમંત્રાલયને સોંપાયેલા આંતરિક અહેવાલમાં જણાવાયું છે કે ઓએફબી પાસેથી ખરીદેલા દારૂગોળાની ગુણવત્તા ખરાબ છે, એ કારણે દુર્ઘટના થઈ છે. એટલું જ નહીં, પણ પાંચ વર્ષમાં 960 કરોડ રૂપિયાનાં શસ્ત્રો એના નિશ્ચિત આયુષ્ય પહેલાં જ ખરાબ થઈ ગયાં છે. ઓએફબી પાસેથી મળતા જવાનોના ગણવેશમાં પણ આર્મીને ઘણી ખોટ ગઈ છે. આંતરિક મૂલ્યાંકન મુજબ જે કોમ્બેટ ડ્રેસ બજારમાંથી 1800 રૂપિયામાં મળી શકતો હતો એ 3300 રૂપિયામાં ખરીદાયો. ટોપી 500 રૂપિયામાં ખરીદવામાં આવી છે, જ્યારે 150 રૂપિયામાં સહેલાઈથી મળે છે. ઓએફબી પાસેથી એક જવાનનો સમગ્ર ગણવેશ 17950 રૂપિયામાં પડે છે. બજારમાં એની કિંમત 9400 રૂપિયા છે, એટલે કે ઓએફબીએ દરેક જવાનના ગણવેશ પર 8550 રૂપિયા વધુ લીધા. 12 લાખ જવાનો માટે વર્તમાન ચાર ગણવેશના હિસાબે ગણતરી કરીએ તો 480 કરોડ રૂપિયાનો ફરક આવે છે.

ઓએફબીનાં રસાયણની ગુણવત્તા અને મિક્સિંગ યોગ્ય નહીં હોવાથી નિશ્ચિત સમય પહેલાં જ 960 કરોડનો દારૂગોળો ખરાબ થઈ ગયો
આર્મીના એક અધિકારીએ કહ્યું હતું કે દરેક ઉત્પાદનની જેમ દારૂગોળાની પણ એક સીમા હોય છે. સેલ્ફ લાઈફ પૂરી થઈ ગયા પછી એને ડિસ્પોઝ કરાય છે. શસ્ત્રનું આયુષ્ય એ વાત પર નિર્ભર કરે છે કે એમાં વપરાતાં રસાયણની ગુણવત્તા કેવી છે અને એનું મિક્સિંગ કેટલું થયું હતું. ઓએફબીમાં રસાયણની મિક્સિંગ ઓટોમેટેડ નથી, આથી આ સેલ્ફ લાઈફ પૂરી કરી શકતું નથી. આ કારણે દુર્ઘટના પણ થાય છે. રિપોર્ટમાં જે શસ્ત્ર પર સવાલ ઉઠાવ્યા છે એમાં 25 મિ.મિ. એર ડિફેન્સ શેલ, આર્ટિલરી શેલ અને 125 મિ.મિ. ટેન્ક શેલની સાથે જ ઇન્ફ્રન્ટ્રીની એસોલ્ટ રાઈફલમાં વપરાતી બુલેટનો સમાવેશ થાય છે.

એર ડિફેન્સથી ઇન્ફ્રન્ટ્રી સુધી દુર્ઘટના

વર્ષ એર ડિફેન્સ આર્ટિલરી આર્મ્ડ કોર્ટ ઇન્ફ્રન્ટ્રી કુલ
2014 4 17 15 78 114
2015 3 17 7 59 86
2016 3 10 8 39 60
2017 3 13 4 33 53
2018 1 25 6 46 78
2019 1 5 2 8 16
કુલ 15 87 44 267 403

 

2016માં સૌથી વધુ મોત

વર્ષ મોત ઘાયલ
2014 1 15
2015 0 14
2016 19 28
2017 1 18
2018 3 43
2019 0 13

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here