કોરોના વર્લ્ડ : અત્યાર સુધીમાં 41.80 લાખ સંક્રમિત: અમેરિકામાં 24 કલાકમાં 776 લોકોના મોત; 20 હજારથી વધુ કેસ મળ્યા

0
7

વોશિંગ્ટન. વિશ્વમાં સંક્રમિતોની સંખ્યા 41 લાખ 80 હજાર 137 થઈ છે. જ્યારે 2 લાખ 83 હજાર 852 લોકોના મોત છે. જોકે 14 લાખ 90 હજાર 590 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. અમેરિકામાં 24 કલાકમાં 776 લોકોના મોત થયા છે. જ્યારે 20 હજારથી વધુ સંક્રમણના કેસ મળ્યા છે. દેશમાં મરનારાઓની સંખ્યા 80 હજારથી વધુ થઈ ગઈ છે, જ્યારે 13 લાખથી વધુ દર્દીઓ મળ્યા છે.

કોરનાવાઈરસઃ સૌથી વધુ પ્રભાવિત 10 દેશ

દેશ કેટલા સંક્રમિત કેટલા મોત કેટલા સાજા થયા
અમેરિકા 13,67,638 80,787 2,56,336
સ્પેન 2,64,663 26,621 1,76,439
બ્રિટન 2,19,183 31,855 ઉપલબ્ધ નથી
ઈટલી 2,19,070 30,560 1,05,186
રશિયા 2,09,688 1,915 34,306
ફ્રાન્સ 1,76,970 26,380 56,038
જર્મની 1,71,879 7,569 1,44,400
બ્રાઝીલ 1,62,699 11,123 64,957
તુર્કી 1,38,657 3,786 92,691
ઈરાન 1,07,603 6,640 86,143

 

જર્મનીઃ સંક્રમણનો આંકડો વધ્યો

જર્મનીમાં લોકડાઉનમાં ઢીલ આપ્યાના એક દિવસ બાદ જ સંક્રમણના મામલામાં વધારો જોવા મળ્યો. લોકડાઉન હટાવવાની માંગને લઈને શનિવારે હજારો લોકોએ દેખાવો કર્યા હતા. આ પહેલા જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે બુધવારે 16 રાજ્યોના નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ લોકડાઉનમાં છૂટની જાહેરાત કરી હતી. અહીં એક લાખ 71 હજારથી વધુ લોકો સંક્રમિત છે, જ્યારે 7569ના મોત થયા છે.

અમેરિકાઃ વાઈસ પ્રેસિડેન્ટ ક્વોરેન્ટાઈન નહિ થાય

અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટના કાર્યાલયે રવિવારે કહ્યું કે તે 14 દિવસ સુધી ક્વોરેન્ટાઈન થશે નહિ. શુક્રવારે તેમના પ્રવક્તાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં પેંસની પણ તપાસ કરવામાં આવી હતી, જોકે તેમનો ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો હતો. જ્યારે વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પના સૈન્ય સહયોગીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં ટાસ્ક ફોર્સમાં સામેલ ડો.એન્થની ફોર્સી પણ શનિવારે સેલ્ફ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે.

બ્રિટનઃ 31 હજારથી વધુ મોત

બ્રિટનમાં અત્યાર સુધીમાં 31 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં અત્યાર સુધીમાં બે લાખ 19 હજાર 183 લોકો સંક્રમિત છે. આ વિશ્વનો ત્રીજો સૌથી મોટો પ્રભાવિત દેશ છે. વડાપ્રધાન બોરિસ જોનસને લોકડાઉનને 1 જૂન સુધી વધાર્યું છે. જોકે આ દરમિયાન કડક નિયમો રહેશે નહિ. PMએ સ્ટે હોમની જગ્યાએ સ્ટે અલર્ટનો નારો આપ્યો છે. તેમણે કહ્યું કે પબ્લિક પ્લેસ 1 જુલાઈથી ખોલી શકાશે.

ઈટલીઃ 24 કલાકમાં સૌથી ઓછા મામલા નોંધાયા

ઈટલીમાં 24 કલાકમાં 802 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. તેના કારણે અહીં વધુ 165 લોકોના મોત થયા છે. છેલ્લા બે મહિનામાં અહીં એક દિવસમાં સૌથી ઓછા મામલા નોંધાયા છે. ઈટલીમાં અત્યાર સુધીમાં 30560 લોકોના મોત થયા છે. જ્યારે કુલ 2 લાખ 19 હજાર 70 સંક્રમિત છે.

બ્રાઝીલઃ 1.6 લાખ સંક્રમિત

બ્રાઝીલમાં કેસ વધીને 1 લાખ 62 હજાર 699 થઈ ગયા છે. મરનારાઓનો આંકડો 11 હજારને વટાવી ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 24 કલાકમાં 6760 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે અને 496 લોકોના મોત થયા છે. શનિવારે અહીં 10 હજાર 611 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા હતા અને 730 લોકોના મોત થયા હતા. અહીં અત્યાર સુધીમાં 61 હજારથી વધુ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. શનિવારે બ્રાઝીલની સંસદે કોરોનાથી મરનારા દર્દીઓની યાદમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો.

તુર્કીઃ 1.38 લાખ સંક્રમિત

તુર્કીમાં 24 કલાકમાં 1542 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે અને 47 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રી ફાહરેતિન કોજાએ જણાવ્યું કે તુર્કીમાં અત્યાર સુધીમાં કોરોનાના 1 લાખ 38 હજાર 657 મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. તેનાથી 3786 લોકોના મોત થયા છે. અહીં 24 કલાકમાં 36 હજાર 187 ટેસ્ટ થયા છે. અત્યાર સુધીમાં  13 લાખ 70 હજારથી વધુ ટેસ્ટ થઈ ચૂક્યા છે. તુર્કીમાં 11 માર્ચે કોરોનાનો પ્રથમ મામલો પ્રકાશમાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here