લાખણી અને જસરાના રહેણાંક મકાનમાંથી 427 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

0
0

લાખણી તાલુકાના જસરા ગામે તેમજ લાખણી ખાતે રહેણાંક મકાનમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની બાતમી મળતા પોલીસે જસરા ગામેથી 9.6 હજાર નો મુદ્દામાલ તેમજ લાખણી ખાતેથી 38.1 હજારનો મુદ્દામાલ ઝડપી લઇ એક ઈસમની ધરપકડ કરી હતી.

આગથળા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. પી.એન જાડેજા તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન જસરા ગામે એક રહેણાંક મકાનમાં દારૂ છુપાવ્યો હોવાની બાતમી મળતાં તેઓએ જસરા ગામે શામળા ભાઈ જેસંગભાઇ પરમાર (રહે. જસરા) ના રહેણાક મકાનમાં તપાસ કરતાં ત્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નં. 96 કિં.રૂ. 9600 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે અન્ય બાતમીના આધારે લાખણીના જસાભાઈ રણછોડભાઈ રબારીના રહેણાંક ઘરના વાડામાં આવેલી ઓરડી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 331 બોટલ કિં.રૂ. 33100 તથા એક મોબાઇલ કિ.રૂ. 5000 મળી કુલ કિ.રૂ. 38100/- નો મુદ્દામાલ જપ્ત કરી મકાનમાલિક જસાભાઈ  રણછોડભાઈ રબારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here