સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે 21 થી 26 માર્ચ દરમ્યાન યોજાઈ રહી છે 42 મી રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ સ્પર્ધા

0
11

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે 21 થી 26 માર્ચ દરમ્યાન યોજાઈ રહેલી 42 મી રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ સ્પર્ધામાં લોકસભા પ્રોટમ સ્પીકર ડો.કિરીટ સોલંકી અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે.હાલના સમયમાં રમતોની યાદીમાં મહિલાઓ કુસ્તી, મુક્કાબાજી કે કબડ્ડી, વેઇટ લિફટિંગ અને ફૂટબોલ જેવી અનેક રમતોમાં પોતાનું કૌશલ્ય સાબિત કરી રહી છે અને માત્ર ભારત જ નહી પણ દેશ-વિદેશમાં પણ નામના મેળવી રહી છે, અને ભારતીય મહિલાઓ વિશ્વ પર રાજ કરી રહી છે.

કેવડિયા કોલોની ખાતે નિર્માણ પામેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વના નકશા પર વૈશ્વિક પર્યટન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે.ત્યારે અહીંયા મહિલા ફૂટબોલ સ્પર્ધાનું આયોજન થકી સમગ્ર ભારતની એકતાના દર્શન થઈ શકે એવા પ્રયાસો થઈ રહ્યા છે.

વુમન્સ ફૂટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 21થી 26 માર્ચ દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડિયા ખાતે 42મી સિનિયર નેશનલ વુમન્સ ફુટબોલ ચેમ્પિયનશીપના આયોજનમાં 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશની મહિલાઓની ફૂટબોલ ટીમ ઉપસ્થિત રહી ભાગ લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here