રાજકોટ : 43 કેસ પોઝિટિવ, 24 કલાકમાં 12નાં મોત, જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 8 હજારને પાર

0
0

રાજકોટમાં 24 કલાકમાં 12 દર્દીના કોરોનાથી મોત નીપજ્યાં છે. જ્યારે રાજકોટ શહેરમાં 5545 અને ગ્રામ્યમાં 2659 સહિત રાજકોટ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 8 હજારને પાર પહોંચી ગઈ છે. રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, જો કે તંત્રના ચોપડે કોરોના કાબૂમાં આવી રહ્યો હોવાનું દેખાયું છે. સતત 15 દિવસથી દૈનિક 150 કરતા વધુ કેસ આવતા હવે તે ઘટીને ગઈકાલે 139 કેસ નોંધાયા હતા. રાજકોટ મનપા દ્વારા શહેરમાં 50 ધનવંતરી રથ કાર્યરત કરવામાં આવ્યાં છે.

રાજકોટ શહેરમાં કોરોનાના કુલ 5588 કેસ

રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 5588 લોકો કોરોનાની ઝપટે ચડી ગયા છે, તેમાંથી 974 દર્દી હજુ સારવાર હેઠળ છે. રાજકોટ શહેરી વિસ્તારમાં અત્યાર સુધીમાં 92 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે 4281 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 450થી વધુ એક્ટિવ કેસ સારવાર હેઠળ છે.

રાજકોટ જિલ્લામાં કોવિડથી થતા મૃત્યુઆંકમાં ઘટાડો 

તારીખ મોતની સંખ્યા
25 સપ્ટેમ્બર 12
24 સપ્ટેમ્બર 16
23 સપ્ટેમ્બર 17
22 સપ્ટેમ્બર 19
21 સપ્ટેમ્બર 21
20 સપ્ટેમ્બર 21
19 સપ્ટેમ્બર 23
18 સપ્ટેમ્બર 25
17 સપ્ટેમ્બર 31
16 સપ્ટેમ્બર 26
15 સપ્ટેમ્બર 39
14 સપ્ટેમ્બર 31

 

કાલાવડ રોડ પરની આયુષ કોવિડ હોસ્પિટલે જાહેરમાં ગ્લોવ્ઝ ફેંક્યા

રાજકોટના કાલાવડ રોડ પર સૂર્યોદય સોસાયટીમાં કાર્યરત આયુષ હોસ્પિટલ કે જે કોવિડ હોસ્પિટલ છે તેમાંથી વપરાયેલા ગ્લોવ્ઝ સહિતનો બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં નિકાલ કરાતા રહેવાસીઓમાં ભય ફેલાયો છે. સૂર્યોદય સોસાયટીમાં એક જ શેરીમાં 100 મીટરમાં જ 3 કોવિડ કેર સેન્ટર અને હોસ્પિટલ છે. આ દરમિયાન જ હોસ્પિટલ જે બિલ્ડિંગમાં કાર્યરત થઈ છે તેની બાજુની ખુલ્લી જગ્યામાં જ અગાઉ કાળી તેમજ પીળા કલરની મોટી થેલીઓમાં પેક કરેલા કચરાના ઢગલા કર્યા હતા.

ઓરેન્જ કોવિડ હોસ્પિટલ બહાર બેનરો લગાવી કોંગ્રેસનો વિરોધ

રાજકોટની ઓરેન્જ કોવિડ હોસ્પિટલ બહાર કોંગ્રેસે આશ્ચર્યજનક વિરોધ કર્યો છે. 2 દિવસ પહેલા ઓરેન્જ દર્દીના મૃત્યુ પછી પણ 40 હજારનું ઇન્જેક્શન મંગાવ્યું હોવાનો દર્દીના પરિવારે આક્ષેપ કર્યો હતો. જેથી કોંગ્રેસે હોસ્પિટલ બહાર બેનરો લગાવી વિરોધ કર્યો છે. દવાખાનું નહીં કતલખાનું લખેલા બેનરો સાથે વિરોધ કર્યો હતો.

કોરોના મુક્ત રાજકોટ બનાવવા મનપાની 1031 સર્વેલન્સની ટીમો કાર્યરત

મનપા દ્વારા રાજકોટને કોરોના મુક્ત બનાવવા માટેની ઝુંબેશ ચાલી રહી છે. રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ તોડવા મનપા દ્વારા ઘરે ઘરે જઈને સેવા આપવામાં આવે છે. ગઈકાલે 49326 ઘર-કુટુંબનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી 19 વ્યક્તિઓને શરદી, ઉધરસ, તાવના લક્ષણો જોવા મળ્યા હતા અને તેમને સારવાર પણ આપવામાં આવી હતી.

રાજકોટમાં શાકભાજી વેચનારા ફેરિયાઓના ટેસ્ટ શરૂ

રાજકોટમાં કોરોના સંક્રમણ વધતાં ફરીથી શાકભાજી વેચનારા ફેરિયાઓના કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યાં છે. જયુબિલી શાકમાર્કેટ સહિત શહેરના અન્ય માર્કેટમાં કોરોના ટેસ્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પાછળનો ઉદ્દેશ રાજકોટમાં સુપર સ્પ્રેડરને કારણે વધી રહેલા કોરોના સંક્રમણને ડામવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here