કોરોના ઈન્ડિયા : 7.94 લાખ કેસઃ દેશમાં 43% મોત એવા દર્દીઓના જેમની ઉંમર 30થી 59 વર્ષ, છેલ્લા 24 કલાકમાં 25,790 દર્દી વધ્યા

0
0

નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7 લાખ 94 હજાર 663 થઈ ગઈ છે. આ આકંડો covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. તો આ તરફ દેશમાં અત્યાર સુધી 43% મોત એવા દર્દીઓના થયા છે જેમની ઉંમર 30 થી 59 વર્ષની વચ્ચે હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, 30થી 44 વર્ષની ઉંમરના 11% દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ બિમારીએ સૌથી વધુ 60 વર્ષની ઉંમરના લોકોને પ્રભાવિત કર્યા છે. આવા 53% દર્દી છે. અત્યાર સુધી દેશમાં 21 હજાર 623 લોકોના મોત થયા છે.

ઉંમર 9 જુલાઈ સુધી મોત
14 વર્ષથી ઓછી ઉંમર 1%
15 થી 29 3%
30 થી 44 11%
45 થી 59 32%
60 થી74 39%
75 વર્ષથી વધુ 14%

 

કોરોના અપડેટ્સ 

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કોરોનાના આંકડા જાહેર કર્યા હતા. જેના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 26 હજાર 506 કેસ સામે આવ્યા હતા. સાથે જ 475 લોકોના મોત થયા હતા. ત્યારપછી દેશમાં સંક્રમિતોની સંખ્યા 7 લાખ 93 હજાર 802 થઈ ગઈ છે. જેમાંથી 2 લાખ 76 હજાર 685 એક્ટિવ કેસ છે. 4 લાખ 95 હજાર 513 લોકો સાજા થઈ ચુક્યા છે. તો આ તરફ અત્યાર સુધી 21 હજાર 604 લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્રના જેલ વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં અત્યાર સુધી 596 કેદી અને 167 જેલ કર્મચારી પોઝિટિવ મળી આવ્યા છે. સૌથી વધુ સંક્રમણના કેસ નાગપુર કેન્દ્રીય જેલમાં સામે આવ્યા છે. અહીંયા 219 અને 57 સ્ટાફકર્મી સંક્રમિત થયા છે.

રાજ્યોની સ્થિતિ 

મધ્યપ્રદેશઃ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, રાજ્યમાં કિલ કોરોનાના સારા પરિણામ મળી રહ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં 4 કરોડ લોકોનો સર્વે કરાયો છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં પોઝિટિવિટી રેટ 1.26% છે. આનાથી ખબર પડે છે કે રાજ્યમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન જેવી કોઈ સ્થિતિ નથી.

મહારાષ્ટ્રઃ મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1268 કેસ સામે આવ્યા છે. 68 લોકોના મોત થયા છે. મુંબઈમાં કોરોનાના કુલ 89124 કેસ થઈ ગયા છે અને 5132 લોકોના મોત થયા છે. આ સાથે જ સરકારે ગુરુવારે આખા રાજ્યમાં દુકાન ખોલવાના સમયને 2 કલાક વધારી દીધો છે. પહેલા સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી ખોલવાનો સમય નક્કી કર્યો હતો.

ઉત્તરપ્રદેશઃ રાજ્ય સરકારે શુક્રવાર રાતે 10 વાગ્યાથી 13 જુલાઈની સવારે પાંચ વાગ્યા સુધી રાજ્યમાં લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. આ દરમિયાન માત્ર જરૂરી સુવિધા ચાલું રાખવામાં આવશે. બાકી બજાર, ઓફિસ અને અન્ય સંસ્થાઓ બંધ રહેશે.

રાજસ્થાનઃ રાજ્યમાં અત્યાર સુધી 9 લાખ 87 હજાર 272 લોકોના સેમ્પલ લેવાયા છે. જેમાંથી 22 હજાર 563 પોઝિટિવ મળ્યા હતા. સાથે જ 9 લાખ 60 હજાર 369 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. રાજ્યમાં ગુરુવારે 9 દર્દીઓના મોત થયા હતા. આ સાથે જ મૃતકોની સંખ્યા વધીને 49 થઈ ગઈ છે.

બિહારઃ રાજ્યમાં સંક્રમણના વધતા કેસના કારણે પટના સહિત 6 જિલ્લામાં ફરીથી લોકડાઉન લાગુ કરી દેવાયું છે. પટના અને પૂર્ણિયામાં 10થી 16 જુલાઈ, નવાદા અને બક્સરમાં 10 થી 12 જુલાઈ, ભાગલપુરમાં 9 થી16 જુલાઈ અને કિશનગંજમાં 9 જુલાઈ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ દરમિયાન જરૂરી સામાનની દુકાન ખુલ્લી રહેશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here