કોરોના વિશ્વમાં : ફ્રાંસમાં એક દિવસમાં 43 હજાર નવા કેસ, ફરી લોકડાઉનની શક્યતા : અમેરિકામાં રેમ્ડેસિવિરના ઉપયોગને મંજૂરી

0
0

વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંકડો 4.19 કરોડથી વધુ થઈ ગયો છે. 3 કરોડ 11 લાખ 83 હજાર 219 દર્દી રિકવર થઈ ગયા છે. અત્યાર સુધીમાં 11.42 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબ છે. ફ્રાંસમાં સંક્રમણ જોખમી રીતે આગળ વધી રહ્યું છે. આ નાનકડા દેશમાં ગુરૂવારે 43 હજાર નવા કેસ સામે આવ્યાં છે. અમેરિકામાં કોરોનાના ઈલાજ માટે રેમ્ડેસિવિર દવાના ઉપયોગને મંજૂરી આપી દેવામાં આવી છે.

ફ્રાંસમાં સ્થિતિ વણસી

ફ્રાંસમાં કોરોનાને કારણે સ્થિતિ ઝડપથી વધુને વધુ વણસી રહી છે. ગુરૂવારે અહીં લગભગ 43 હજાર નવા સંક્રમિતોની પુષ્ટિ કરવામાં આવી છે. સરકારે માન્યું છે કે આ બીજી લહેર શરૂ થયા બાદ અત્યાર સુધીમાં સંક્રમણનો સૌથી મોટો આંકડો છે. સરકારે તે વાત પણ માની છે કે 9 શહેરોમાં લગાડવામાં આવેલા નાઈટ કફર્યૂની અસર વધુ નથી થઈ. હવે એવી માહિતી સામે આવી રહી છે કે ફ્રાંસ સરકાર શનિવારે થનારી બેઠકમાં લોકડાઉન પર વિચાર કરી શકે છે. જો કે મોટા ભાગના સંગઠનો કહી ચુક્યા છે કે તેઓ સરકારના આ નિર્ણયનું સમર્થન નહીં કરે.

રેમ્ડેસિવિરને FDAની મંજૂરી

અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ડિપાર્ટમેન્ટે કોરોનાની સારવારમાં રેમ્ડેસિવિર દવાના ઉપયોગની ઔપચારિક મંજૂરી આપી દીધી છે આ એન્ટીવાયરલ ડ્રગનો ઉપયોગ હવે અમેરિકામાં થઈ શકશે. નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થની એક રિસર્ચ મુજબ, આ દવાના ઉપયોગથી દર્દીની રિકવરી 15ની જગ્યાએ 10 દિવસમાં થઈ શકે છે. અમેરિકામાં તેનો ઉપયોગ મેથી જ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ ત્યારે ત્યાં ગંભીર રીતે બીમાર દર્દી કે ઈમરજન્સી યૂઝ માટે જ થતો હતો. હવે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના ઈલાજમાં આ દવાના ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે.

જો કે, ડબલ્યૂએચઓએ થોડાં દિવસ પહેલાં જ કહ્યું હતું કે રેમ્ડેસિવિરના ઉપયોગથી હોસ્પિટલમાં દાખલ અતિ ગંભીર દર્દીઓના મોતને રોકવામાં અસરકારક રહી હોય તેવા કોઈ જ પુરાવા નથી. જો કે આ સ્ટડી પર કેટલાંક ડોકટર્સ જ સવાલ ઉઠાવી રહ્યાં છે.

સ્પેનમાં સંક્રમિતોની સંખ્યા 10 લાખથી વધુ

પશ્ચિમ યુરોપમાં સ્પેન એવો પહેલો દેશ છે, જ્યાં સંક્રમિતોની સંખ્યા હવે 10 લાખથી વધુ થઈ ગઈ છે. સરકારે પણ સ્પષ્ટ કરી દીધું છે કે બીજો વેવ વધુ ઘાતક સાબિત થઈ શકે છે, જેના કારણે કડક પ્રતિબંધો લગાડવામાં આવશે. બીજી બાજુ, ફ્રાંસમાં પણ આ જ સ્થિતિ છે. અહીં પણ 10 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. 34 હજારથી વધુ લોકોના મોત નિપજ્યા છે. 9 શહેરોમાં ક્ફર્યૂ લગાડવામાં આવ્યા બાદ સ્થિતિ મહદઅંશે સુધરી છે. પહેલાં એક દિવસમાં લગભગ 40 હજાર સુધીના કેસ સામે આવતા હતા. બુધવારે અહીં 25 હજાર નવા કેસ સામે આવ્યાં છે.

ફ્રાંસ સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ તે વિસ્તારની ઓળખ મેળવી રહી છે, જે નવા ક્લસ્ટર સાબિત થઈ શકે છે. આ ક્ષેત્રોમાં ફરીથી ક્ફર્યૂ લગાડવામાં આવશે. દેશની અનેક હોસ્પિટલમાં ઈમરજન્સી અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ન્યૂઝીલેન્ડમાં ફરી 2 કેસ

ન્યૂઝીલેન્ડના હેલ્થ મિનિસ્ટ્રીએ બુધવારે 25 નવા કેસ મળ્યાં હોવાની પુષ્ટિ કરી છે. ગુરૂવારે ફરીથી 2 મામલા સામે આવ્યાં છે. મિનિસ્ટ્રી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, અનેક સપ્તાહ બાદ એક દિવસમાં આટલા કેસ સામે આવ્યા છે. જેમાંથી બે કેસ કોમ્યુનિટી ટ્રાંસમિશનના છે. આ ઉપરાંત તમામ કેસ આઈસોલેશન સાથે જોડાયેલા હતા. સંક્રમિત મળી આવેલા લોકોમાં 18 રશિયા અને યુક્રેનના છે. તેઓ હાલમાં જ માછલી ઉછેર અંગે ન્યૂઝીલેન્ડ પહોંચ્યા હતા. તેઓને એક હોટલમાં ક્વોરોન્ટિન કરવામાં આવ્યા હતા. ન્યૂઝીલેન્ડના ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ એશ્લે બ્લૂમફીલ્ડ પણ પોઝિટિવ થયા છે. તેઓ રશિયા જવાના હતા, પરંતુ હવે તેઓએ પોતાની યાત્રા રદ કરી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here