જામનગર : મહિલા કોલેજ માં 430 વિદ્યાર્થીનીઓનું થેલેસેમીયા ટેસ્ટ અને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

0
76
જામનગરની એ.કે દોશી મહિલા કોલેજમાં જાયન્ટસ ગ્રુપ ઓફ જનસેવા દરેડ અને વૉલીએન્ટ્રી બ્લડ બેન્કના સહયોગ થી 430 વિદ્યાર્થીનીઓનું થેલેસીમિયા ટેસ્ટ અને રક્તદાન કેમ્પ યોજાયો….
થેલેસીમિયાની બીમારીથી અનેક લોકો પીડિત છે…અને ઘણા યુગલોના લગ્ન જીવન પર થેલેસેમીયાની આડઅસર જોવા મળી રહી છે જેને લઈને જાયન્ટસ ગ્રુપ જન સસેવા દરેડ, Voluntary blood bank, એ.કે દોશી મહિલા કોલેજ ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું…. મહિલા કોલેજમાં પ્રથમ વર્ષમાં દાખલ થયેલી યુવતીઓ નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું….
વહેલી સવારથી જ યુવતીઓ થેલેસીમિયા ચેકઅપ કરવા માટે લાઈનમાં ઊભેલી જોવા મળી હતી… મોટા ભાગની યુવતીઓ એ બ્લડ ડોનેશન પણ કર્યું છે….
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here