ઉત્તર ભારતમાં ભીષણ પૂરના કારણે આજે 435 ટ્રેનો રદ કરાઇ

0
19

નવી દિલ્હી તા.19 ઓગસ્ટ 2019, સોમવાર

સમગ્ર ઉત્તર ભારત, રાજસ્થાન અને અન્યત્ર ભીષણ પૂરની પરિસ્થિતિના લીધે રેલવેએ આજે સોમવારે 19 ઑગસ્ટે 435 ટ્રેનો રદ કરવાની અને 134 ટ્રેનોના રુટ બદલવાની જાહેરાત કરી હતી. આટલી બધી ટ્રેનો એક સાથે રદ થવાથી હજ્જારો ઉતારુઓ જ્યાં ત્યાં રઝળી પડ્યા હોવાની જાણકારી મલી હતી.

રેલવે તરફથી ઉતારુઓ જોગ રેડિયો અને ટીવી પર પણ આ જાહેરાત કરાઇ હતી. ઉતારુઓને બે વિકલ્પ અપાયા હતા. પહેલો વિકલ્પ બદલાયેલા રુટ દ્વારા પ્રવાસ કરવાનો હતો. બીજો રુટ સમયસર ટિકિટ કેન્સલ કરાવવાનો હતો. જેને જે વિકલ્પ અનુકૂળ આવે એનો અમલ કરી શકે છે એમ રેલવે દ્વારા જણાવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here