45 લાખની કિંમતના 150 કિલોના જથ્થા સાથે બે શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

0
30

અમદાવાદ: એક સપ્તાહ પહેલા સેટેલાઈટમાં આવેલા રામદેવનગર ટેકરા વિસ્તારમાં વેચાતા દારૂ અને ગાંજાને લઈ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મુલાકાત લઈ મહિલાઓને દારૂ-ગાંજો હવે નહીં વેચાય તેવી બાહેધરી આપી હતી. આ જ રામદેવનગર ટેકરા વિસ્તારમાં વેચવા માટે લાવેલા 45 લાખની કિંમતના 150 કિલોના જથ્થા સાથે બે શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

ગાંજો કોણે મંગાવ્યો હતો તે દિશામાં તપાસ: 10 દિવસ પહેલા રામદેવનગર ટેકરા વિસ્તારમાં રહેતી મહિલાઓએ રેલી કાઢીને દારૂ અને ગાંજો વેચાતો હોવાની રજૂઆત કરી હતી. જેની રાજ્ય સરકાર ગંભીરતા નોંધ લઈ પ્રદીપસિંહ જાડેજા રામદેવનગર ટેકરા વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં મહિલાઓએ પ્રદીપસિંહને રજૂઆત કરી હતી કે, ખુલ્લેઆમ દારૂ-ગાંજો વેચાય છે અને સ્કૂલ-કોલેજના સ્ટુ઼ડન્ટ ગાંજો લેવા માટે આવે છે. જેથી ગૃહમંત્રીએ દારૂ-ગાંજો બંધ કરાવવા અંગેની ખાતરી આપી હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, ડાહ્યાભાઇ કરસનભાઇ ભાટી ( ગણેશનગર વાસણાના રહેવાસી) સુરતથી અમદાવાદના રામદેવનગર ટેકરા, ગુલબાઇ ટેકરા, અને જુહાપુરા વિસ્તારમાં વેચવા માટે ગાંજાનો મોટો જથ્થો લાવનાર છે જેના આધારે પોલીસે જેતલપુર બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. બાતમી વાળું છોટા હાથી વાહન આવતા પોલીસે તેને રોકી તપાસ કરતા અંદરથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 150 કિલો ગાંજો કિંમત રૂ. 45 લાખનો કબ્જે કર્યો હતો. પોલીસે ડાહ્યાભાઈની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here