Saturday, April 20, 2024
Homeકોરોના ઇન્ડિયા : અત્યારસુધીમાં 45.59 લાખ કેસ : અમેરિકાની તુલનામાં ભારતમાં...
Array

કોરોના ઇન્ડિયા : અત્યારસુધીમાં 45.59 લાખ કેસ : અમેરિકાની તુલનામાં ભારતમાં લગભગ ત્રણ ગણા કોરોનાના દર્દી વધી રહ્યા છે.

- Advertisement -

દેશમાં કોરોનાના કેસમાં નવા રેકોર્ડ બની રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 96,760 દર્દી વધ્યા. આ સાથે જ અત્યારસુધીમાં દર્દીઓની સંખ્યા વધીને 45,59,725 થઈ ગઈ છે. જો આપણે સૌથી અસરગ્રસ્ત દેશ અમેરિકા સાથે તુલના કરીએ તો છેલ્લા પાંચ દિવસમાં ભારતમાં દર્દીઓની સંખ્યા એનાથી લગભગ ત્રણ ગણી વધી છે. ગુરુવારે અમેરિકામાં માત્ર 38,811 કેસ આવ્યા અને 1090 લોકોનાં મોત થયાં છે.

તો આ તરફ દેશમાં મૃત્યુદરમાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા આઠ દિવસમાં આ 1.70%થી ઘટીને 1.67% પર આવી ગયો છે, પરંતુ પંજાબ, છત્તીસગઢ, તામિલનાડુ, ઉત્તરાખંડ, કેરળ અને આસામના વધતા મૃત્યુદરથી સરકાર ચિંતામાં મુકાઈ ગઈ છે. બીજી બાજુ, સૌથી વધુ પ્રભાવિત રાજ્યો જેવાં કે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તેલંગાણામાં આ દર ઝડપથી ઘટી રહ્યો છે.

કોરોના અપડેટ્સ

  • ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલે જણાવ્યું હતું કે ગુરુવારે દેશમાં 11,36,542 સેમ્પલની તપાસ કરવામાં આવી છે, સાથે જ અત્યારસુધીમાં 5,40,97,975 કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે.
  • દિલ્હીમાં આજે મેજેન્ટાલાઇન પર મેટ્રો ટ્રેન શરૂ થઈ ગઈ છે. લોકડાઉનને કારણે માર્ચથી આ સર્વિસ બંધ હતી.

પાંચ રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશ

કોરોના મહામારીને રાજ્યમાં શુક્રવારે 5 મહિના 17 દિવસ થઈ ગયા છે. આ દરમિયાન આ મહામારી સામે લડવા માટે રાજ્ય સરકાર અત્યારસુધીમાં 350 કરોડ રૂપિયા ખર્ચી ચૂકી છે, જેમાંથી 125 કરોડ રૂપિયા માત્ર કોરોનાની તપાસ પર ખર્ચાયા છે, તેમ છતાં સંક્રમણ કાબૂની બહાર છે. ગુરુવારે રાજ્યમાં રેકોર્ડ 2,187 નવા કેસ નોંધાયા હતા.

રાજધાનીમાં 206 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 5 દર્દીઓનાં મોત થયાં છે, જેમાંથી 3 દર્દી ભોપાલના હતા. કુલ દર્દી હવે 13,550 થઈ ગયા છે. નવા સંક્રમિતોમાં સૌથી વધુ 25 દર્દી હોશંગાબાદ રોડ અને 20 દર્દી કોલાર રોડની કોલોનીમાં રહેનારા છે. ઈન્દોરમાં ગુરુવારે 326 નવા કેસ નોંધાયા હતા. છ લોકોનાં મોત થયાં છે. કુલ 16,090 દર્દી થઈ ગયા છે.

રાજસ્થાન

રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ગુરુવારે અત્યારસુધીમાં સૌથી વધુ 1,640 નવા સંક્રમિત નોંધાયા છે. આ સાથે જ કુલ 97,376 દર્દી થઈ ગયા છે, સાથે જ 14 લોકોનાં મોત પણ થયાં અને મૃતકોની કુલ સંખ્યા 1,192 થઈ ગઈ છે. ગુરુવારે જયપુર, જોધપુર, બિકાનેર અને અજમેરના બે-બે, સવાઈ માધોપુર, પાલી, કોટા, ચુરુ, બાડમેર અને અલવરના એક-એક દર્દીનાં મોત થયાં છે.

ગુરુવારે રતનગઢ બેઠક પરથી ધારાસભ્ય અભિનેષ મહર્ષિ અને ભોપાલગઢ બેઠક પરથી RLP ધારાસભ્ય પુખરાજ ગર્ગનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે રાજ્યમાં અત્યારસુધીમાં 14 ધારાસભ્ય સંક્રમિત થયા છે. આ બાજુ 10 દિવસથી બીમાર બામનવાસનાં ધારાસભ્ય ઈન્દિરા મીણાને શ્વાસ લેવામાં તકલીફ વધવા અને સંક્રમણને ધ્યાનમાં રાખતાં જયપુર લાવવામાં આવ્યાં છે.

બિહાર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 લાખ 2 હજાર 199 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. તો આ તરફ RJDના કદાવર નેતા ઈલિયાસ હુસૈનનાં પત્ની સલમા ખાતૂનનું ગુરુવારે નિધન થયું હતું, તેમનો કોરોના રિપોર્ટ 24 ઓગસ્ટે પોઝિટિવ આવ્યો હતો.

તો આ તરફ પટના જિલ્લામાં ગુરુવારે 209 દર્દી નોંધાયા હતા. જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા વધીને 23,116 થઈ ગઈ છે, જેમાંથી 20,911 દર્દી સાજા થયા છે. હાલ 2,111 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ 90% પર પહોંચી ગયો છે.

મહારાષ્ટ્ર

રાજ્યમાં શુક્રવારે કોરોનાના 10 લાખ કેસ થઈ જશે. અત્યારસુધીમાં 9,90,795 લોકો સંક્રમિત થયા છે. તો બીજી તરફ મુંબઈના ધારાવી વિસ્તારમાં વધુ 11 કેસ નોંધાયા છે. હાલ અહીં માત્ર 102 એક્ટિવ કેસ છે.

તો આ તરફ મુંબઈના મેયર કિશોરી પેડનેકરનો કોરોનાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

ઉત્તરપ્રદેશ

રાજ્યમાં એક સપ્તાહથી 5 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ગુરુવારે 6,988 દર્દી નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 2,92,029એ પહોંચી ગયો છે, જેમાં 2,21,506 લોકો સાજા થયા છે, જ્યારે 66,317 દર્દીની હાલ સારવાર ચાલી રહી છે. રાજ્યમાં અત્યારસુધીમાં 70.67 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular