કોરોના ઇન્ડિયા : અત્યાર સુધીમાં 46.57 લાખ કેસ : 24 કલાકમાં રેકોર્ડ 97 હજાર દર્દી વધ્યા, 81 હજાર સાજા પણ થયા.

0
9

દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. અત્યારસુધીમાં 46 લાખ 57 હજાર 379 લોકો સંક્રમણના સંકજામાં આવી ગયા છે. શુક્રવારે 24 કલાકમાં રેકોર્ડ 97 હજાર 654 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. એક દિવસમાં નોંધાયેલા સંક્રમિતોનો આ સૌથી મોટો આંકડો છે. આ પહેલાં ગુરુવારે 96 હજાર 760 નવા દર્દી નોંધાયા હતા.

આ સાથે જ રાહતના સમાચાર તો એ છે કે દર્દીઓના સાજા થવાની ગતિ પણ વધવા માંડી છે. શુક્રવારે રેકોર્ડ 81 હજાર 455 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. એક દિવસમાં સાજા થનારા લોકોની આ સૌથી મોટી સંખ્યા છે. આ પહેલાં 8 સપ્ટેમ્બરે 74 હજાર 607 લોકો સાજા થયા હતા. આ સાથે જ સાજા થનારા લોકોની સંખ્યા અત્યારસુધીમાં 36 લાખ 21 હજાર 438 થઈ ગઈ છે.

સંક્રમણને કારણે અત્યારસુધીમાં 77 હજાર 506 લોકોનાં મોત થયાં છે, જેમાંથી 1202 દર્દીઓનાં મોત શુક્રવારે થયાં હતાં. હાલ 9 લાખ 57 હજાર 787 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે. આ દર્દીઓ કાં તો હોમ આઈસોલેશનમાં છે અથવા તો હોસ્પિટલમાં દાખલ છે. આમાંથી લગભગ 9 હજાર દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

સિરમ ઈન્સ્ટિટ્યૂટ નવા દર્દી પર ટ્રાયલ નહીં કરી શકે

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ કોરોના વેક્સિનના તબક્કા-2 અને 3ની ટ્રાયલમાં નવા દર્દીની ભરતી અટકાવી દીધી છે. શુક્રવારે DCGIએ એના માટે આદેશ જાહેર કર્યો છે. આગામી આદેશ સુધી ટ્રાયલ માટે કોઈ નવા દર્દીની ભરતી ન કરવામાં આવે.આ નોટિસના જવાબમાં સિરમ ઈન્સ્ટિટ્યૂટે કહ્યું હતું કે જ્યાં સુધી વેક્સિનની સુરક્ષાની સ્થિતિ સ્પષ્ટ ન થઈ જાય, ત્યાં સુધી કોઈ નવા દર્દી પર ટ્રાયલ કરવામાં નહીં આવે.

કોરોના અપડેટ્સ

  • પંજાબ સરકારે NEET 2020ને ધ્યાનમાં રાખીને 13 સપ્ટેમ્બરે લોકડાઉનમાં છૂટની જાહેરાત કરી છે. જોકે આ દરમિયાન બિનજરૂરી દુકાનો બંધ રાખવાનો આદેશ છે.
  • કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી સુરેશ અગાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.
  • મુંબઈનાં મેયર કિશોરી કિશોર પેડનેકર પણ સંક્રમિત થયાં છે. તેમણે ટ્વીટ કર્યું, મેં મારો કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો છે, એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટરની સલાહ હેઠળ હું હોમ ક્વોરન્ટીનમાં છું. મારા સંપર્કમાં આવનારા તમામ લોકોને અપીલ કરું છું કે તે તેમનો ટેસ્ટ કરાવી લે અથવા તો સેલ્ફ આઈસોલેટ થઈ જાય.
  • અલાહાબાદ હાઈકોર્ટમાં 14 અને 15 સપ્ટેમ્બરે કોઈપણ જ્યુડિશિયલ અને એડમિનિસ્ટ્રેટિવ કામ નહીં થાય. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બે દિવસમાં આખા પરિસરને સેનેટાઈઝ કરવામાં આવશે.
  • દેશમાં મૃત્યુદર ઘટી રહ્યો છે. છેલ્લા આઠ દિવસમાં આ 1.70%થી ઘટીને 1.67% પર આવી ગયો છે, પરંતુ પંજાબ, છત્તીસગઢ, તામિલનાડુ, ઉત્તરાખંડ, કેરળ અને આસામના વધતા મૃત્યુદરે સરકારને ચિંતામાં નાખી દીધી છે. બીજી બાજુ, સૌથી વધુ પ્રભાવિત રાજ્યો જેવાં કે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, તેલંગાણામાં દરરોજ આ ટકાવારી ઘટી રહી છે.

પાંચ રાજ્યની સ્થિતિ

મધ્યપ્રદેશ

રાજ્યમાં શુક્રવારે 2,240 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ સંક્રમિતોનો આંકડો વધીને 83 હજાર 619 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 30 લોકોનાં મોત થયાં હતાં. મૃતકોનો આંકડો હવે 1,691 થઈ ગયો છે. 62 હજાર 936 લોકો સાજા થયા છે, જ્યારે 18 હજાર 992 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

રાજસ્થાન

રાજ્યમાં શુક્રવારે કોરોનાના 1,660 નવા કેસ નોંધાયા છે. ત્યાર પછી કુલ પોઝિટિવ કેસનો આંકડો 99 હજાર 36એ પહોંચી ગયો છે, સાથે જ 15 લોકોનાં મોત થયાં છે, જેમાં રાજસમંદ, સીકર અને બિકાનેરમાં 2-2, બાંસવાડા, બારાં, ધૌલપુર, જોધપુર, કોટા, સિરોહી, અજમેર, જયપુર અને ઉદેયપુરમાં 1-1નાં મોત થયાં છે.

મૃતકોની સંખ્યા હવે 1,207 થઈ ચૂકી છે, જેમાં જયપુરમાં સૌથી વધુ 294 દર્દીઓનાં મોત થયાં છે. આ ઉપરાંત જોધપુરમાં 117, કોટામાં 87, બિકાનેરમાં 88, ભરતપુરમાં 73, અજમેરમાં 82, પાલીમાં 48, નાગૌરમાં 44, ઉદયપુરમાં 33, ધૌલપુરમાં 22 અને સિરોહીમાં 15 દર્દીઓનાં મોત થયાં છે.

બિહાર

રાજ્યમાં શુક્રવારે 1,710 નવા દર્દી નોંધાયા હતા. અત્યારસુધીમાં 1 લાખ 55 હજાર 445 લોકો સંક્રમિત મળી આવ્યા છે, જ્યારે 15 હજાર 189 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. 797 લોકોએ સંક્રમણના કારણે જીવ ગુમાવ્યા છે.

મહારાષ્ટ્ર

રાજ્યમાં દર્દીઓનો આંકડો 10 લાખને પાર થઈ ગયો છે. 24 કલાકમાં 24 હજાર 886 નવા દર્દી વધ્યા છે. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા હવે 10 લાખ 15 હજાર 681 થઈ ગઈ છે. રાહતની વાત તો એ છે કે આમાંથી 7 લાખ 15 હજાર 23 લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 2 લાખ 71 હજાર 566 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. 28 હજાર 724 લોકોનાં મોત પણ થયાં છે.

તો આ તરફ મુંબઈનાં મેયર કિશોરી પેડનેકરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

ઉત્તરપ્રદેશ

રાજ્યમાં સતત બીજા દિવસે શુક્રવારે કોરોનાના સાત હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકની અંદર રેકોર્ડ 7,103 નવા દર્દી વધ્યા છે. આ પહેલાં ગુરુવારે 7 હજાર 42 પોઝિટિવ કેસ નોંધાયા હતા. ત્યાર પછી રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંકડો 2.99 લાખે પહોંચી ગયો છે. રાહતની વાત તો એ છે કે આમાંથી અત્યારસુધીમાં 2.27 લાખ કેસ સારવાર પછી સાજા થયા છે. શુક્રવારે સરકારે ઓન ડિમાન્ડ કોવિડ ટેસ્ટ કરાવવાની છૂટ આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here