રાજકોટ માં 46 કેસ-22નાં મોત, STમાં 10 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

0
7

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. રાજકોટમાં 46 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 22 લોકોના મોત નિપજ્યાં છે.ST ડેપોમાં 300થી વધુ કર્મચારીઓનું ટેસ્ટીંગ કરતાં 10 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. જ્યારે શહેરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4196 પર પહોંચી ગઈ છે. જેમાંથી 2599ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જ્યારે 1378 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટમાં ગુરૂવારે 61 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

ગુરૂવારે રાજકોટમાં 96 કેસ નોંધાયા હતા

રાજકોટમાં ગુરૂવારે 96 કેસ પોઝિટિવ નોંધાયા હતાં. જ્યારે 26નાં મોત નીપજ્યાં હતાં. શહેરમાં આવેલી લગભગ તમામ સરકારી કચેરીઓમાં કોરોનાની એન્ટ્રી થઇ ચૂકી છે. મનપા, પોલીસ, રૂડા, જીએસટી, યાર્ડ, બેંકના કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. કોરોનાના વધતા કેસોને કારણે સોની બજાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે કાલથી 19 સપ્ટેમ્બર સુધી સોની બજાર બંધ રહેશે.

આજથી કોમ્યુનિટિ હોલનું રિઝર્વેશન શરૂ

રાજકોટમાં આજથી કોમ્યુનિટી હોલનું રિઝર્વેશન શરૂ કરી દેવામાં આવ્યું. સરકારની ગાઈડલાઈન મુજબ જ અને તેટલી જ સંખ્યામાં લોકોને પ્રસંગ યોજવા દેવામાં આવશે. હાલ રિઝર્વેશન સમયે સંબંધિત પ્રાંત અધિકારીની મંજૂરી રજૂ કરવાની જરૂર રહેશે નહીં. પરંતુ પ્રસંગની તારીખના 10 દિવસ પહેલા પ્રસંગ યોજવા અંગેની સંબંધિત પ્રાંત અધિકારીની લેખિત મંજૂરી મેળવી એસ્ટેટ વિભાગમાં રજૂ કરવાની રહેશે. આ સાથે જ સરકારની તમામ પ્રકારની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. ગાઈડલાઈનનો ભંગ કરનારને દંડ પણ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here