મહેસાણા : નવા 47 કેસ, 2 મોત : મહેસાણા-21,ઊંઝા-12,વિસનગર-8,ખેરાલુ-1,વિજાપુર-2,કડી-1 બહુચરાજી-જોટાણામાં 1-1 પોઝિટિવ કેસ.

0
0

મહેસાણાના 92 વર્ષિય વૃદ્ધ ધનજીભાઇ મકવાણા કોરોના સામેની જંગ હારી ગયા હતા.શ્વાસ લેવા સહિતની ઉભી થયેલી તકલીફ વચ્ચે તેમને કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.જ્યાં ગુરૂવારે મોત થયુ હતુ.જ્યારે ગાંધીનગરના નારદીપુરના 86 વર્ષિય જુઠીબેન ગાંડાભાઇ પટેલનુ પણ મહેસાણામાં કોરોનાની સારવાર દરમિયાન મોત થયુ હતુ.બીજીબાજુ જિલ્લામાં નવા 47 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.છેલ્લા 10 દિવસથી મહેસાણામાં સતત કેસો વધી રહ્યા છે ત્યારે ગુરૂવારે 21 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.તેજ રીતે ઊંઝામાં 12,વિસનગર-8, ખેરાલુ-1, વિજાપુર-2, કડી-બહુચરાજી-જોટાણામાં 1-1 પોઝિટિવ કેસ આવતા તમામને આઇસોલેટ કરાયા હતા.નવા આવેલા કેસોમાં 12 દર્દીઓની ઉંમર 60વર્ષથી વધારે છે જેમાં 4 મહિલાઓનો સમાવેશ થાય છે.અને 19 ગૃહિણીઓ પણ સંક્રમિત બની છે.આરોગ્ય વિભાગે ગુરૂવારે કોરોનાના લક્ષણો ધરાવતા 373 દર્દીઓના સેમ્પલ લીધા હતા અને 29 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા અપાઇ હતી અને હાલમાં 528 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.

હાજીપુરગામે એક જ પરિવારના 4ને કોરોના

ઊંઝાના હાજીપુરાગામે એક જ પરિવારના 4 સભ્યો સંક્રમિત થતા તેમને આઇસોલેટ કરાયા હતા.જેમા 17 વર્ષની કિશોરીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.આજરીતે મહેસાણાના દેદિયાસણ ઓજી વિસ્તારમાં 70 વર્ષના વૃધ્ધા સહિત 3 વ્યક્તિઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેટ કરાયા હતા.

મહેસાણાના 9 પોલીસકર્મી સહિત 43ના રિપોર્ટ નેગેટીવ

મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનનાની બહાર આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાની હાથ ધરેલી કામગીરીમાં ર્ડો સાહીલ રંગરેજભાઇએ 9 પોલીસકર્મીઓ અને આઝાદચોક વિસ્તારના કોરોના શંકાસ્પદો મળી કુલ 43 વ્યક્તિઓના સેમ્પલ લેવાયા હતા.જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

વિસનગર કોવિડ હોસ્પિટલના તબીબ પોઝિટિવ

વિસનગર નૂતન કોવિડ હોસ્પિટલમા કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા તબીબને કોરોનાનો ચેપ લાગ્યો છે.કોરોનાના લક્ષણો જણાતા તેમનુ સેમ્પલ લેવાયુ હતુ.જેનો રિપોર્ટ ગુરૂવારે પોઝિટિવ આવતા તેમને આઇસોલેટ કરાયા હતા.

સમજો તો સારુ – માસ્ક પહેર્યો નહીંતર આ કોરોના તમારો સગો નઈ થાય

દિવસની ભાગાદોડી વચ્ચે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભુલેલા લોકોના કારણે સંક્રમણ હજુ વધી રહ્યું છે. શહેરના આઝાદ ચોકની તસ્વીરમાં વેપારીએ માસ્ક પહેર્યું છે પણ યુવતીઓ અને મહિલાઓ ખરીદીમાં વ્યસ્ત બની કોરોનાનો હાઉ ભુલી છે. જ્યારે મોઢેરા સર્કલની આસપાસના વિસ્તારોમાં મોટાભાગના લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની પરવાહ કર્યા વીના ફરતાં નજરે પડ્યા હતા.

જિલ્લામાં કોરોના સંક્રમિત બનેલા દર્દીઓ
મહેસાણા
: મોઢેરા રોડ (42)(પુરૂષ)
સાંઇબાબા રોડ (30)(પુરુષ)
આઝાદ ચોક (71)(મહિલા)
રાધનપુર રોડ (46)(પુરુષ)
ઉચરપી રોડ (5)(પુરૂષ)
મોઢેરા રોડ (47)(મહિલા)
નીચો ભાટવાડો (41)(પુરૂષ)
સોમનાથ રોડ (29)(પુરૂષ)
વિસનગર રોડ (52)(મહિલા)
મોઢેરા રોડ (41)(પુરુષ)
વિસનગર રોડ (54)(મહિલા)
ધોબીઘાટ રોડ (49)(મહિલા)
દેલોલી (81)(પુરુષ)
છઠીયારડા (32)(પુરુષ)
દેદીયાસણ(ઓજી)(18)(પુરુષ)
નાગલપુર (64)(પુરુષ)
નાગલપુર (75)(પુરુષ)
ખેરવા (24)(મહિલા)
દેદીયાસણ (45)(પુરુષ)
દેદીયાસણ (70)(મહિલા)
રૂપાલ કુકસ (70)(પુરુષ)

વિસનગર :ધરોઇ કોલોની રોડ (33)(પુરૂષ)
ખેરાલુ રોડ (45)(પુરુષ)
એસ.કે.કેમ્પસ (27)(મહિલા)
ધરોઇકોલોની રોડ (55)(મહિલા)
ITI સામે (50)(મહિલા)
કમાણા ચોકડી (72)(પુરૂષ)
કાંસા એન.એ (53)(પુરૂષ)
કાંસા (70)(મહિલા)

ઊંઝા : આર્યુ. હોસ્પિ.સામે (61)(પુ.)
બહારમાઢ (40)(મહિલા)
બહારમાઢ (37)(પુરૂષ)
રામપુરા રોડ (50)(પુરુષ)
દરબારની પિપળ (50)કમહિલા)
ટુંડાવ (24)(મહિલા)
કરલી (80)(પુરુષ)
કામલી (38)(પુરુષ)
હાજીપુર (21)(પુરૂષ)
હાજીપુર (17)(મહિલા)
હાજીપુર (50)(પુરુષ)
હાજીપુર (82)(પુરૂષ)

વિજાપુર :દગાવાડીયા (53)(મહિલા)
ગેરીતા (50)(મહિલા)

કડી : મેડાઆદરજ (23)(પુરુષ)

બહુચરાજી :(29)(પુરુષ)

જોટાણા : રાણીપુરા (60)(મહિલા)

ખેરાલુ : ખેરાલુ (54)(મહિલા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here