ગુજરાત : 2 વર્ષમાં ભરતી જ ન થતાં TAT-2 પાસ કરી બેઠેલા 47 હજાર ઉમેદવારો બેરોજગાર થયા

0
38

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ટીચર્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ (ટાટ-2)ની પરીક્ષા લીધા પછી નિયમ પ્રમાણે જાહેર કરાયેલી ખાલી જગ્યાના 60 ટકા બેઠક પર ભરતી કરવાની હોય છે, પણ ટાટ-2ની 2017માં લેવાયેલી પરીક્ષાના આધારે કરાયેલી ભરતી પછી પણ 47 હજાર ઉમેદવારને ટાટ-2 પાસ કર્યા પછી નોકરી મળી નથી. બીજી બાજુ છેલ્લાં બે વર્ષ ઉપરાંત હાલની સ્થિતિ પ્રમાણે આઠ હજાર ખાલી જગ્યા હોવા છતાં સરકાર ભરતી કરતી ન હોવાથી ટાટ-2માં ઉર્તીણ થનારા 47 હજાર ઉમેદવારો નિરાશામાં સપડાઈ ગયા છે.

હાલમાં આઠ હજાર જગ્યા ખાલી

રાજ્ય સરકાર દ્વારા ટાટ-2 એટલે કે ધો. 6થી 8માં શિક્ષકોની ભરતી કરવા માટે ઓગસ્ટ-2017માં પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષામાં આશરે 50 હજાર ઉમેદવારો પાસ થયા હતા, જે પૈકી સરકારે 14 હજાર ખાલી જગ્યા ભરવાને બદલે માત્ર 3262 ખાલી જગ્યા ભરતા આશરે 47 હજાર ઉમેદવારો નોકરીથી વંચિત રહ્યા હતા. રાજ્ય સરકારના નિયમ પ્રમાણે જેટલી જગ્યા ખાલી હોય તેના 60 ટકા જગ્યા પર ભરતી કરવી જોઈએ, પણ સરકારે વર્ષ 2017માં લેવાયેલી ટાટ-2ની પરીક્ષામાં ઉર્તીણ થનારા 50 હજાર ઉમેદવારો પૈકી માત્ર 3262 ઉમેદવારોની જ ભરતી કરી. ઓછી ભરતીના કારણે બેકાર બનેલા ઉમેદવારો અત્યારે વૈકલ્પિક વ્યવસાય કરી રહ્યા છે, પણ તેઓ ટાટ-2માં ઉર્તીણ થયા હોવાથી હાલમાં જે આઠ હજાર ખાલી જગ્યા છે તે ખાલી જગ્યાના આધારે તેમની ભરતી કરવા માટે અવારનવાર રાજય સરકાર, વિપક્ષ કોંગ્રેસને રજૂઆત કરી રહ્યા છે. કોંગ્રેસ પાસે ટાટ-2ની ઉમેદવારોની લાગણી સરકાર સુધી પહોંચડાવા સિવાઈ કોઇ વિકલ્પ નથી, પણ રાજ્ય સરકાર આઠ હજાર ખાલી જગ્યા હોવા છતાં ભરતી કરતી ન હોવાથી ઉમેદવારોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.

સરકારી ખાતામાં પ્રમોશન માટે પરીક્ષા, પણ શિક્ષકમાં નહીં

સરકારી ખાતામાં વર્ગ-3ના ઉમેદવારને પ્રમોશન લેવું હોય તો ખાતાકીય પરીક્ષા આપીને તેમાં ઉત્તીર્ણ થાય તો પરીક્ષા આપે છે. શિક્ષણમાં સરકાર લોઅર પ્રાઇમરીના શિક્ષકોને અપર પ્રાઇમરીમાં ટાટ-2માં ઉર્તીણ ન હતા છતાં સમાવી લેવાયા. પરિણામે જે ખાલી જગ્યા પડી હતી તે ઘટીને ઓછી થઈ જતા સરકારના આવા નિર્ણય સામે પણ ટાટ-2ના બેરોજગાર ઉમેદવારો નારાજ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here