કોરોના દેશમાં : છેલ્લા 24 કલાકમાં 47,009 કેસ નોંધાયા : એકલા મહારાષ્ટ્રમાં જ 30,535 દર્દી નોંધાયા.

0
3

દેશમાં કોરોના સંક્રમણની ગતિ સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 47,009 કેસ નોંધાયા હતા. 21,206 સાજા થયા, જ્યારે 213 લોકો મૃત્યુ પામ્યા હતા. આ રીતે એક જ દિવસમાં એક્ટિવ કેસ એટલે કે સારવાર ચાલી રહી હોય તેવા દર્દીઓની સંખ્યામાં 28,653નો વધારો થયો છે. એકલા મહારાષ્ટ્રમાં, 30,535 કેસ નોંધાયા હતાં, જે કોરોના રાજ્યની અત્યારસુધીની સૌથી મોટો આંક છે. આ પહેલાં 11 સપ્ટેમ્બરના રોજ 24,886 કેસ નોંધાયા હતા, એ પછીના સૌથી વધુ હતા.

દેશમાં અત્યારસુધીમાં 1.16 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 1.11 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.60 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે 3 લાખ 31 હજાર 671 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

અપડેટ્સ

  • છત્તીસગઢમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખતાં રાજ્ય સરકારે તમામ સ્કૂલો, કોલેજો અને આંગણવાડીને આગામી આદેશ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજ્યના મંત્રી રવીન્દ્ર ચૌબેએ આ બાબતે પુષ્ટિ કરી હતી.
  • લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શનિવારે તેમને એઈમ્સ કોવિડ સેન્ટર ફોર ઓબ્ઝર્વેશનમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.
  • આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ઉત્તરાખંડના મુખ્ય સચિવને કુંભ મેળામાં પ્રોટોકોલનું સખત પાલન કરવા પત્ર લખ્યો છે. ઉચ્ચ સ્તરીય સેન્ટ્રલ ટીમના કુંભ પ્રવાસ બાદ વ્યક્ત થયેલી ચિંતા પછી તેમણે આ પત્ર લખ્યો છે.
  • ભૂષણે કહ્યું છે કે સેન્ટ્રલ ટીમના અહેવાલ મુજબ, દરરોજ 10થી 20 યાત્રાળુઓ અને 10થી 20 સ્થાનિકોને સંક્રમણ લાગી રહ્યું છે. આ છતાં હરિદ્વારમાં ટેસ્ટિંગના આંકડા સંતોષકારક નથી. એવામાં કોરોનાના ફેલાવાને રોકવા માટે કડક પગલાં લેવાં જોઈએ.

દરરોજ સૌથી વધુ કેસ નોંધાઈ રહેલા 11 રાજ્યની પરિસ્થિતિ

મહારાષ્ટ્ર: દેશના કોઈ રાજ્યમાં પ્રથમ વખત 30 હજારથી વધુ કેસ નોંધાયા

અહીં રવિવારે, 30,535 લોકોને કોરોના ચેપ લાગ્યો હતો. કોરોનાની શરૂઆત પછીનો આ સૌથી મોટો આંકડો છે. આ પહેલાં 18 માર્ચે, સૌથી વધુ 25,833 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી. અહીં છેલ્લા 24 કલાકમાં 11,314 દર્દી સજા થયા અને 99 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 24.79 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 22.14 લાખ દર્દી સાજા થયા છે, જ્યારે 53,399 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 2.10 લાખ દર્દી સારવાર લઈ રહ્યા છે.

પંજાબ: સતત પાંચમા દિવસે 2 હજારથી વધુ કેસ

અહીં રવિવારે 2,644 લોકો કોરોનાના કેસ નોંધાયા હતા અને 1,મ331 દર્દી સાજા થયા અને 44 લોકોના મૃત્યુ થયાં હતાં. રાજ્યમાં અત્યારસુધીમાં 2.13 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 1.8/8 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 6,324 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 18,257 દર્દી સારવાર હેઠળ છે.

કેરળ: નવા કેસ કરતાં વધુ દર્દીઓ સાજા થયા

અહીં રવિવારે 1,875 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા અને 2,251 દર્દી સાજા થયા હતા અને 13 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 11.04 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 10.74 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,496 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 24,619 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

કર્ણાટક: એક્ટિવ કેસ 13 હજારને પાર

રવિવારે અહીં 1,715 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું અને 1,048 દર્દી સાજા થયા હતા અને 2 મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 9.70 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 9.44 લાખ દર્દી સાજા થયા છે, જ્યારે 12,434 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 13,493 દર્દી સારવાર લઈ રહ્યા છે.

ગુજરાત: સતત બીજા દિવસે 1500થી વધુ કેસ નોંધાયા

અહીં રવિવારે 1,580 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું અને 989 દર્દી સાજા થયા હતા અને 7 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં 4 મહિના પછી એક દિવસમાં આટલા કેસ નોંધાયા છે. ગત વર્ષે 29 નવેમ્બરના રોજ 1564 દર્દીઓ મળી આવ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 2.87 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 2.75 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4,450 દર્દીનાં મૃત્યુ થયાં છે. 7,321ની સારવાર ચાલી રહી છે.

મધ્યપ્રદેશ: છેલ્લા 24 કલાકમાં 1300થી વધુ કેસ આવ્યા

રવિવારે અહીં કોરોનાના 1,322 કેસ નોંધાયા હતા અને 663 દર્દી સાજા થયા હતા અને 3 મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 2.75 લાખ લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે, જેમાંથી 2.63 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3,906 દર્દી મૃત્યુ પામ્યા હતા. 8,000ની સારવાર ચાલી રહી છે.

છત્તીસગઢ : સતત ચોથા દિવસે એક હજારથી વધુ કેસ મળી આવ્યા

અહીં રવિવારે 1000 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું અને 241 દર્દી સાજા થયા હતા અને 10 લોકો મૃત્યુ પામ્યા હતા. અહીં સતત ચોથા દિવસે એક હજારથી વધુ દર્દી મળી આવ્યા છે. અત્યારસુધીમાં 3.24 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 3.11 લાખ દર્દી સાજા થયા છે, જ્યારે 3,950 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલમાં 8,442 દર્દી સારવાર લઈ રહ્યા છે.

તામિલનાડુ: સાજા થનારથી લગભગ ડબલ કેસ નોંધાયા

રવિવારે અહીં 1,289 લોકોને કોરોના થયો હતો અને 668 દર્દી સાજા થયા હતા અને 9 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 8.66 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, તેમાંથી 8.46 લાખ દર્દી સાજા થયા છે, જ્યારે 12,599 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 7,903 દર્દી સારવાર લઈ રહ્યા છે.

હરિયાણા: સક્રિય કેસ 3 હજારને પાર

રવિવારે અહીં કોરોનાના 867 કેસ સામે આવ્યા હતા અને 337 દર્દી સાજા થયા હતા અને 5 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 2.79 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, તેમાંથી 2.71 લાખ દર્દી સાજા થયા છે, જ્યારે 3,098 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 5,355 દર્દી સારવાર લઈ રહ્યા છે.

દિલ્હી: 800થી વધુ નવા કેસ નોંધાયા

અહીં રવિવારે 823 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું અને 613 દર્દી સ્વસ્થ થયા હતા અને એકનું મોત નીપજ્યું હતું. રાજ્યમાં અત્યારસુધીમાં 6.47 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 6.33 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10,956 દર્દી મૃત્યુ પામ્યા હતા. 3,618ની સારવાર ચાલી રહી છે.

રાજસ્થાન: નવા કેસ સાજા થનારા દર્દીઓ કરતાં વધુ

​​​​​​​રવિવારે અહીં કોરોનાના 476 કેસ નોંધાયા હતા અને 199 દર્દી સાજા થયા હતા. આ દરમિયાન 2 લોકોનાં મૃત્યુ પણ થયાં હતાં. રાજ્યમાં અત્યારસુધીમાં 3.25 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 3.19 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2,798 દર્દી મૃત્યુ પામ્યા છે. 3,585ની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here