કોરોના વર્લ્ડ : અમેરિકામાં 24 કલાકમાં 48 હજાર કેસ નોંધાયા, બ્રાઝીલમાં અત્યાર સુધીમાં 60 હજાર લોકોના મોત

0
5

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોના સંક્રમણના અત્યાર સુધીમાં 1 કરોડ 8 લાખ 11 હજાર કેસ  નોંધાયા છે. જેમા 5.19 લાખ લોકોના મોત થયા છે. 60.34 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

અમેરિકામાં 27.80 લાખ કેસ નોંધાયા છે. 1 લાખ 30 હજાર 798 લોકોના મોત થયા છે. 11.65 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં 24 કલાકમાં 48 હજાર કેસ નોંધાયા છે. બ્રાઝીલમાં 14.53 લાખ કેસ નોંધાયા છે અને 60 હજાર 713 લોકોના મોત થયા છે.

માસ્ક પહેરવામાં કોઈ પરેશાની નથી: ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે સ્થિતિ એવી હશે તો માસ્ક પહેરવામાં કોઈ પરેશાની નથી. હેલ્થ એક્સપર્ટ ડો. એન્થની ફૌસીએ મંગળવારે કહ્યું હતું કે નિયમોનું કડકાઈથી પાલન ન કર્યું તો અમેરિકામાં દરરોજ એક લાખ કેસ નોંધાશે.

બ્રાઝીલમાં 60 હજારથી વધારે મોત

બ્રાઝીલમાં 24 કલાકમાં 46 હજાર 712 કેસ નોંધાયા છે અને 1038 લોકોના મોત થયા છે. આ સાથે અહીં 14.53 લાખ કેસ નોંધાયા છે અને 60 હજાર 713 લોકોના મોત થયા છે.

કોરોના પ્રભાવિત 10 દેશની સ્થિતિ

દેશ કેસ મોત કેટલા સાજા થયા
અમેરિકા 27,79,953 1,30,798 11,64,680
બ્રાઝિલ 14,53,369 60,713 8,26,866
રશિયા 6,54,405 9,536 4,22,931
ભારત 6,05,220 17,848 3,59,896
બ્રિટન 3,13,483 43,906 ઉપલબ્ધ નથી
સ્પેન 2,96,739 28,363 ઉપલબ્ધ નથી
પેરુ 2,88,477 9,860 1,78,245
ચીલી 2,82,043 5,753 2,45,443
ઈટાલી 2,40,760 34,788 1,90,717
મેક્સિકો 2,31,770 28,510 1,38,319

*આંકડા https://www.worldometers.info/coronavirus/ પરથી લેવાયા છે.

મેક્સિકો ટોપ 10 દેશમાં સામેલ

મેક્સિકોમાં 24 કલાકમાં 5681 કેસ નોંધાયા છે અને 741 લોકોના મોત થયા છે. અહીં સંક્રમિતોની સંખ્યા ઈરાનથી વધારે નોંધાઈ છે. સૌથી વધારે સંક્રમિત 10 દેશમાં તેનો સમાવેશ થયો છે. અહીં કુલ 2.31 લાખ કેસ નોંધાયા છે અને 28 હજાર 510 લોકોના મોત થયા છે.

ન્યૂઝીલેન્ડના સ્વાસ્થ્ય મંત્રીનું રાજીનામુ

ન્યૂઝીલેન્ડના સ્વાસ્થ્ય મંત્રી ડેવિડ ક્લાર્કે કોરોના વાઈરસને લઈને સરકારની પ્રતિક્રિયા અને લોકડાઉન નિયમોના ઉલ્લંઘન કરવાની ટિક્કા પછી રાજીનામુ આપી દીધું છે. તેઓ લોકડાઉન દરમિયાન પરીવાર સાથે બીચ ઉપર ગયા હતા. દેશમાં અત્યાર સુધીમાં 1528 કેસ નોંધાયા છે અને 22 લોકોના મોત થયા છે.