5મી વાર ઓરિસ્સાના મુખ્યમંત્રી બન્યા નવીન પટનાયક, 21 મંત્રીઓએ પણ શપથ લીધા; અરૂણાચલમાં પેમા ખાંડુ CM બનશે

0
25

નવી દિલ્હી: ચૂંટણી પરિણામ આવ્યા પછી હવે સરકારના ગઠનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી ગુરુવારે શપથ લેવાના છે ત્યારે આજે નવીન પટનાયકે પાંચમી વખત ઓરિસ્સાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે 21 મંત્રીઓ પણ શપથ લેશે. ઓરિસ્સામાં આ વખતે લોકસભા ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની ચૂંટણી પણ થઈ હતી. તેમાં નવીન પટનાયકને નોંધપાત્ર સફળતા મળી છે. તે ઉપરાંત આજે અરુણાચલ પ્રદેશમાં પણ પેમા ખાંડુ સીએમ પદના શપથ લઈને રાજ્યની કમાન સંભાળશે.

નવીન પટનાયકે આજે 5મી વખત સીએમ પદના શપથ લીધા: છેલ્લા બે દશકાથી ઓરિસ્સામાં સત્તા સંભાળનાર નવીન પટનાયકને આ વિધાનસભા ચૂંટણીમાં પણ ઐતિહાસીક જીત મળી છે. 147 વિધાનસભા સીટવાળી ઓરિસ્સામાં બીજૂ જનતા દળને કુલ 105, બીજેપીને 27, કોંગ્રેસને 13 અને સીપીએમને 1 સીટ મળી છે. આજે નવીન પટનાયકે પાંચમી વખત સીએમ પદના શપથ લીધા છે. નવીન પટનાયકની સાથે 21 મંત્રીઓ પણ શપથ લેશે. અહીં લોકસભા ચૂંટણીમાં બીજેપીને 8 સીટ મળી છે જ્યારે બીજુ જનતા દળને 13 સીટ પર જીત મળી છે.

અરુણાચલ પ્રદેશમાં કમળ ખીલ્યું: પૂર્વોત્તર રાજ્યોમાં સતત મહેનત કરતી ભારતીય જનતા પાર્ટીએ અરુણાચલ પ્રદેશમાં તેમના દમ પર સત્તા મેળવી છે. અરુણાચલમાં કુલ 60 વિધાનસભા સીટ પર ચૂંટણી થઈ હતી તેમાંથી ભાજપને 41 સીટ પર જીત મળી છે. કોંગ્રેસને અહીં માત્ર 4 સીટો મળી છે જ્યારે જેડીયુને અહીં સાત સીટ મળી છે. પેમા ખાંડુ પણ આજે મુખ્યમંત્રી પના શપથ લેવાના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here