5 લાખ દહેજ માટે સાસરિયાંએ મારી નાખવાની ધમકી આપતાં પરિણીતાની પોલીસ ફરિયાદ

0
35

અમદાવાદ: મહિલાએ પતિ તથા સાસરિયા સામે 5 લાખનું દહેજ માંગી ત્રાસ આપ્યાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશન(પૂર્વ)માં નોંધાવી હતી. તેણે આક્ષેપ કર્યો તો કે તેનો પતિ તેના હાથે બનેલું જમવાનું જમતો ન હતો. તેમજ સાસરિયાએ તેના પર શંકા રાખી પિયર મોકલી દઇ બહારથી માણસો બોલાવી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. મહિલાએ પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી.

5 લાખની માંગણી કરી ત્રાસ આપતા હતા

ઠક્કરબાપાનગર ઉત્તમનગર સોસાયટીમાં રહેતા સરોજબેન ભદૌરિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે બે મહિનાથી તે પિયર રહે છે. તેના લગ્ન 12 માર્ચ 2018 નારોજ રોહિતસિંહ ઉર્ફે મોહિત ભદૌરિયા સાથે થયા હતા. એક મહિના સરોજને સારૂ રાખ્યું હતું. એ બાદથી પતિ સહિતના સાસરિયા તેના પર શંકા કરી મારપિટ કરતા હતા. તેમજ તેના સાસરિયા વારંવાર નવું ફર્નિચર કરાવવા માટે રૂ. 5 લાખની માંગણી કરી ત્રાસ આપતા હતા. તેમજ સરોજ જમવાનું બનાવીને તેના પતિને આપે તો પતિ તેના હાથનુ બનાવેલુ જમતા નહી અને જમવાનું ફેંકી દેતા હતા. તેમજ સરોજના મામાના લગ્નમાં જવા ન દઇ ઉત્તરપ્રદેશ અથવા મધ્યપ્રદેશથી માણસો બોલાવી તેને મારી નાંખવાની ધમકી આપતા તે પિયર આવી જઇ પતિ સહિતના સાસરિયા સામે મહિલા પોલીસ સ્ટેશન(પૂર્વ)માં ફરિયાદ નોંધાવી હતી.

કોઈ પ્રસંગમાં પણ જવા દેતા ન હતા

સરોજના મામા સાવનસિંહના લગ્ન હોઇ અન્ય મામા જગદિશસિંહ સરોજની સાસરીમાં ગયા હતા. અને સરોજને સાથે લઇ જવાની માંગ કરી હતી. સરોજના સાસુ મિથલેશબેન અને તેના દિયરે જગદીશસિંહને સરોજને લઇ જવાની ના પાડતા જગદીશસિંહ અને સરોજના સાસરિયાઓ વચ્ચે ઝઘડો થયો અને જગદીશસિંહ ભાણી સરોજને સાથે લઈ ગયા હતા.

પિયરમાંથી ફોન આવે તો શંકા કરતા હતા

સરોજના સાસરિવાળા તેને માનસિક અને શારિરીક ત્રાસ આપતા હતા. સરોજની માતા હાર્ટની ગંભીર બિમારીથી પિડાતા હોવા છતા સરોજને ખબર કાઢવા જવા દેતા નહોતા અને ફોન આવે તો શંકા કરતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here